દેશ છોડવાની તૈયારીમાં આ અબજોપતિ ઉદ્યોગપતિ, ટેક્સ મુદ્દે સરકારના નિર્ણયથી થયા નારાજ

Lakshmi Niwas Mittal: બ્રિટિશ સરકારે 225 વર્ષ જૂની નોન-ડોમ ટેક્સ સિસ્ટમ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. આ પછી લક્ષ્મી નિવાસ મિત્તલ બ્રિટન છોડવાનું વિચારી રહ્યા છે.

દેશ છોડવાની તૈયારીમાં આ અબજોપતિ ઉદ્યોગપતિ, ટેક્સ મુદ્દે સરકારના નિર્ણયથી થયા નારાજ

નવી દિલહીઃ વિશ્વના ધનીક ભારતીયોમાંથી એક અને બ્રિટનના ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલે હવે અંગ્રેજોનો દેશ છોડવાનો પ્લાન બનાવ્યો છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ લેબર સરકારના 'નોન-ડોમ' ટેક્સ રિઝીમને ખતમ કરવાના નિર્ણયના જવાબમાં બ્રિટન છોડવા પર વિચાર કરી રહ્યાં છે, જેનાથી તે સંભવિત રૂપથી સ્થાણંતર કરનાર સૌથી ધનીક ઉદ્યોગપતિ બની જશે. રિપોર્ટમાં તે કહેવામાં આવ્યું કે લક્ષ્મી નિવાસ મિત્તલ જે લગભગ 30 વર્ષથી બ્રિટનમાં રહે છે, તેમણે પોતાના સહયોગીઓને કહ્યું કે તેમનું આ દેશને છોડીને જવાનું સંભવિત કારણ સરકાર દ્વારા વિદેશી આવક અને લાભો માટે કર છૂટ સમાપ્ત કરવાનો નિર્ણય છે.

લક્ષ્મી નિવાસ મિત્તલના મિત્રએ ફાઇનાન્શિયલ ટાઈમ્સને જણાવ્યું, "તેઓ તેમના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે અને આ વર્ષના અંતમાં નિર્ણય લેશે. એવી પ્રબળ સંભાવના છે કે તે હવે યુકેના કરદાતા નહીં રહે."

નોન-ડોમ ટેક્સ શાસન શું છે?
બ્રિટનમાં 226 વર્ષ સુધી નોન-ડોમેસ્ટિક ટેક્સ સિસ્ટમ અમલમાં હતી. આનાથી વિદેશમાં કાયમી રહેઠાણ ધરાવતા યુ.કે.ના રહેવાસીઓને વિદેશી આવક પર બ્રિટિશ કર ચૂકવવાનું ટાળવાની મંજૂરી મળી. પરંતુ, માર્ચ 2024 માં, તત્કાલીન કન્ઝર્વેટિવ ચાન્સેલર જેરેમી હન્ટે નીતિને સમાપ્ત કરવાની યોજનાની જાહેરાત કરી.

અબજોપતિ સ્ટીલ નિર્માતા છે લક્ષ્મી નિવાસ મિત્તલ
લક્ષ્મી નિવાસ મિત્તર, દુનિયાના અબજોપતિ ઉદ્યોગપતિમાંથી એક છે. પાછલા વર્ષે સંડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં 14.9 બિલિયન પાઉન્ડની અંદાજિત સંપત્તિ સાથે સાતમાં સ્થાન પર હતા. લક્ષ્મી નિવાસ મિત્તલ પાસે યુરોપ, અમેરિકા અને એશિયામાં ઘણી મોંઘી સંપત્તિઓ છે, જેમાં લંડનના કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડનમાં એક હવેલી અને સ્વિસ રિસોર્ટ શહેર સેન્ટ મોરિત્ઝમાં એક શેલેટ સામેલ છે. તો દુબઈમાં પણ અચલ સંપત્તિમાં તેમણે રોકાણ કર્યું છે. લક્ષ્મી નિવાસ, આર્સેલર મિત્તલના માલિક છે, જે દુનિયાની બીજી સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news