સ્વરૂપવાન યુવતીની લાલચમાં ફસાયો અમદાવાદનો વેપારી, ગુમાવ્યા 73 લાખ રૂપિયા

અમદાવાદનો વધુ એક વેપારી હનીટ્રેપમાં ફસાયો છે. અમદાવાદના વેપારીની મુંબઈના બારમાં એક યુવતી સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ જે વેપારીને ભારે પડી છે.
 

 સ્વરૂપવાન યુવતીની લાલચમાં ફસાયો અમદાવાદનો વેપારી, ગુમાવ્યા 73 લાખ રૂપિયા

ઉદય રંજન, અમદાવાદઃ આજના સમયમાં હનીટ્રેપ, ઓનલાઈન છેતરપિંડી, સાયબર ફ્રોડ જેવી ઘટનાઓ સતત વધી રહી છે. મોટા-મોટા લોકો પણ હનીટ્રેપમાં ફસાઈ જતાં હોય છે. અમદાવાદમાં ફરી એક વેપારી હનીટ્રેપમાં ફસાયા છે અને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે તમે પણ જાણો કેવી રીતે આ વેપારી હનીટ્રેપમાં ફસાયો છે.

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો છે. આ વેપારી મુંબઈ બારમાં ગયો હશે ત્યારે ત્યાં તેને એક યુવતી મળી હતી. આ યુવતી અને વેપારી વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ યુવતીએ સલૂનના ધંધામાં મદદના નામે વેપારી પાસેથી 10 લાખ રૂપિયા મેળવ્યા હતા. ત્યારબાદ યુવતીએ વધુ પૈસા પડાવવાની લાલચમાં આપઘાત અને પોલીસ કેસની ધમકી આપી હતી.

બારમાં યુવતી સાથે કરેલી મિત્રતા વેપારીને ભારે પડી રહી હતી. ત્યારબાદ આ યુવતીએ બળજબરીથી પૈસા પડાવવા અને લગ્ન માટે દબાણ કર્યું હતું. વેપારીની મરજી વિરુદ્ધ મંદિરમાં ફૂલહાર પણ કર્યા હતા. ત્યારબાદ યુવતી વેપારીને વીડિયો મોકલી બ્લેકમેલ કરી રહી હતી. વેપારીને બ્લેકમેલ કરી 73 લાખ રૂપિયા પણ યુવતીએ પડાવી લીધા હતા. 

આ ઘટનાઓ બાદ યુવતીએ વેપારીને ફરી સમાધાન માટે બોલાવ્યા અને મોટી રકમની માંગણી કરી હતી. સતત પૈસા આપી કંટાળી ગયેલા વેપારીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. વેપારીએ જ્યોતિ લાંબા નામની યુવતી સામે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ યુવતી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news