Ahmedabad Plane Crash: ટેક-ઓફ પહેલા 'બર્ડ હિટ', સ્પીડ ન પકડી શક્યું પ્લેન! એર ઈન્ડિયા પ્લેન ક્રેશ પર શું બોલ્યા એકસપર્ટ?

Ahmedabad Plane Crash: એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ કર્યાના થોડી મિનિટો બાદ અમદાવાદમાં ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા.

Ahmedabad Plane Crash: ટેક-ઓફ પહેલા 'બર્ડ હિટ', સ્પીડ ન પકડી શક્યું પ્લેન! એર ઈન્ડિયા પ્લેન ક્રેશ પર શું બોલ્યા એકસપર્ટ?

Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે બપોરે ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 242 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જેમાં 230 મુસાફરો, 10 ક્રૂ મેમ્બર્સ અને 2 પાઇલટનો સમાવેશ થાય છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે, અકસ્માતનું પ્રારંભિક કારણ પક્ષી અથડાવું હતું.

ટેકઓફ પછી તરત જ બન્ને એન્જિન નિષ્ફળ ગયા: એક્સપર્ટ
વરિષ્ઠ પાઇલટ કેપ્ટન સૌરભ ભટનાગરે NDTV સાથે વાચતીત કરતા જણાવ્યું કે, બન્ને એન્જિન કદાચ પક્ષી અથડાવાના કારણે ફેલ થઈ ગયા હશે. ટેકઓફ સામાન્ય હતું, પરંતુ ગિયર ઊંચું થાય તે પહેલાં જ વિમાન નીચે પડવાનું શરૂ થયું, જે ત્યારે જ થાય છે જ્યારે એન્જિન પાવર ગુમાવે છે અથવા લિફ્ટ જનરેટ કરી શકતું નથી.

‘Mayday’ કોલ આપીને સંકટની સૂચના આપી હતી પાઈલટે 
દુર્ઘટના પહેલા પાઇલટ સુમિત સુબ્બરવાલે 'મેડે' (Mayday) કોલ આપ્યો હતો, જે એક આંતરરાષ્ટ્રીય ઈમરજન્સી સિગ્નલ છે. આનો અર્થ એ છે કે, પાઇલટે ખતરાને મહેસૂસ કર્યો હતો અને તરત જ મદદ માંગી હતી. ફૂટેજથી જાણવા મળે છે કે, વિમાન કંટ્રોલ્ડ રીતે નીચે પડી ગયું હતું.

રહેણાંક વિસ્તારમાં પક્ષીઓની હાજરી બની કારણ?
એવિએશન એક્સપર્ટ સંજય લાજરના મતે આ વિસ્તાર એરપોર્ટની નજીક હોવાથી પક્ષીઓની ગતિવિધિઓનું સ્થળ હોઈ શકે છે. જો ટેકઓફ દરમિયાન ઘણા પક્ષીઓ વિમાન સાથે અથડાય તો વિમાન ઊંચાઈ મેળવી શક્યું નહીં હોય. આ અકસ્માત પાછળનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. એર ઇન્ડિયાએ મુસાફરોની માહિતી માટે 1800 5691 444 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

પીએમ મોદીએ દુર્ઘટના પર કર્યો શોક વ્યક્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે, "અમદાવાદમાં બનેલી ત્રાસદીએ આપણને સ્તબ્ધ અને દુઃખી કરી દીધા છે. તે શબ્દોથી પરે દિલ દહેલાવી દેનાર ઘટના છે. આ દુઃખદ ક્ષણમાં મારી સંવેદના તેનાથી પ્રભાવિત બધા લોકો સાથે છે. હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું, જેઓ પ્રભાવિત લોકોની સહાયતા માટે કામ કરી રહ્યા છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news