Ahmedabad Plane Crash : મોટો ખુલાસો ! અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંદરનો Video આવ્યો સામે...ફ્લાઇટમાં હતી ટેકનિકલ ખામી

Ahmedabad Plane Crash : અમદાવાદથી 242 લોકોને લઈને જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું. અકસ્માત પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મુસાફરો વિમાનમાં ટેક્નિકલ ખામી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. 

Ahmedabad Plane Crash : મોટો ખુલાસો ! અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંદરનો Video આવ્યો સામે...ફ્લાઇટમાં હતી ટેકનિકલ ખામી

Ahmedabad Plane Crash : અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના પહેલા જ ચેતવણીના સંકેતો મળવા લાગ્યા હતા. ક્રેશ થયેલી એ જ એર ઇન્ડિયા ફ્લાઇટનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ત્યારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો જ્યારે વિમાન દિલ્હીથી અમદાવાદ આવી રહ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુસાફરો પરેશાન છે - કેટલાક ગરમીથી પીડાઈ રહ્યા હતા, કેટલાકની સ્ક્રીન કામ ના કરી રહી હોવાથી ગુસ્સે હતા અને કેટલાકને તો કેબિન ક્રૂ સુધી પહોંચવા માટે આપવામાં આવેલા બટનો પણ કામ કરતા નહોતા.

તમને જણાવી દઈએ કે આજે ગુરુવારે, એર ઇન્ડિયાની એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી વખતે એક મોટી દુર્ઘટનાનો ભોગ બની હતી. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ટેકનિકલ ખામીને કારણે વિમાન અચાનક ક્રેશ થઈ ગયું. વિમાનમાં 242 લોકો સવાર હતા. જેમાંથી 170થી વધુ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. 

અકસ્માત કેવી રીતે થયો ?

વિમાને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી. પરંતુ ટેકઓફ થયાના થોડા જ સેકન્ડ પછી, વિમાન અચાનક નિયંત્રણ બહાર ગયું અને સિવિલ હોસ્પિટલની નજીક આવેલા વિસ્તારમાં ક્રેશ થયું. આ ટક્કર એટલી ગંભીર હતી કે વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું અને નજીકની ઇમારતોને પણ નુકસાન થયું.

અંદરની પહેલી ઝલક

અકસ્માત પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે આકાશ વત્સ નામના મુસાફર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં, આકાશ કહેતો જોવા મળે છે: "ફ્લાઇટમાં એસી કામ કરી રહ્યું નથી, સ્ક્રીનો બંધ છે, બટનો જવાબ આપી રહ્યા નથી... લોકો પરેશાન છે, હાલત ખરાબ છે." આકાશ વત્સ એ જ ફ્લાઇટમાં બે કલાક પહેલા અમદાવાદ પહોંચ્યો હતો અને તેણે વિમાનની ટેકનિકલ ખામીઓ ઉજાગર કરી હતી. વીડિયોમાં, મુસાફરો મેગેઝિનથી હવા લેતા જોવા મળે છે અને ઘણા લોકોના ચહેરા પર ગભરાટ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

 

— Akash Vatsa  (@akku92) June 12, 2025

ટેકનિકલ ખામીની શંકા

અકસ્માતની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે વિમાનમાં પહેલાથી જ કેટલીક ટેકનિકલ ખામીઓ હતી, જેમાં એસી, કોમ્યુનિકેશન સિસ્ટમ અને ઇન્ફોટેનમેન્ટ સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ એ જ વિમાન હતું જેમાં મુસાફરોએ થોડા કલાકો પહેલા સમસ્યાઓની ફરિયાદ કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તપાસમાં રોકાયેલા છે. વિમાનનો કાટમાળ નજીકની બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news