Air India Plane Crash: 11 વર્ષ જૂનું બોઈંગ વિમાન... અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનની એક-એક ડિટેલ

Boeing 787 Dreamliner Details: અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ કર્યા બાદ ક્રેશ થઈ ગયું હતું. આ એક બોઇંગ-787 ડ્રીમલાઇનર વિમાન છે. જેનો ઉપયોગ ઘણી ઉડ્ડયન કંપનીઓ લાંબા અંતર માટે કરે છે. 787 ડ્રીમલાઇનર એક નવું અને એડવાન્સ એરક્રાફ્ટ હતું, જે લોન્ગ-હોલ ફ્લાઇટ્સ માટે ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે.

Air India Plane Crash: 11 વર્ષ જૂનું બોઈંગ વિમાન... અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનની એક-એક ડિટેલ

Boeing 787 Dreamliner Details: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું છે. દુર્ઘટના સાઈટ પરથી આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ટેકઓફ કર્યા બાદ તરત જ આ અકસ્માત થયો હતો. વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા.

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાના થોડા સમય પછી તે મેઘાણીનગર નજીક ક્રેશ થયું.

30-50 વર્ષ સુધી ચાલી શકે છે આ વિમાન
બોઇંગ 787 ડ્રીમલાઇનરની ડિઝાઇન કરેલ જીવન અવધિ 44,000 ફ્લાઇટ ચક્ર છે. એટલે કે તે 30 થી 50 વર્ષનું સંભવિત લાઈફ બતાવે છે. જ્યારે મોટાભાગના કોમર્શિયલ જેટ તેટલા લાંબા સમય સુધી સેવામાં રહેતા નથી. 787ની મજબૂતાઈ કાફલા અને સેવાનિવૃત્તિ યોજનામાં વધુ સુગમતા પૂરી પાડે છે. અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાન ફક્ત સાડા 11 વર્ષ જૂનું હતું.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર સ્પેસિફિકેશન્સ
બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એક વાઈડ-બોડી, મિડ-સાઈઝ અને લોન્ગ-રેન્જ એરક્રાફ્ટ છે, જે 210-250 સીટોની સાથે 8,500 નોટિકલ માઇલ (9,800 માઇલ) સુધીનું અંતર કાપી શકે છે. તે 20% ઓછા ઇંધણ વપરાશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ માટે પણ સારું છે.

પેરામીટર વિગતો
- લંબાઈ 56.70 મીટર
- વિંગની પહોળાઈ 60 મીટર
- ઊંચાઈ 16.90 મીટર
- 2 એન્જિન (સામાન્ય રીતે જનરલ ઇલેક્ટ્રિક અથવા રોલ્સ-રોયસ)
- ઈધણ ક્ષમતા 1,26,206 લિટર
- મહત્તમ ગતિ 954 કિમી/કલાક
- મહત્તમ રેન્જ 13,620 કિમી
- બેઠક ક્ષમતા 254 મુસાફરો સુધી 
- ઉત્પાદક બોઇંગ (યુએસએ)
- અંદાજિત કિંમત ₹2.18 હજાર કરોડ રૂપિયા (₹21.8 બિલિયન)

અમદાવાદથી લંડનની ફ્લાઇટ
અમદાવાદથી લંડન સુધીની ફ્લાઇટ લગભગ 7,000 કિલોમીટર છે. તે 787-8 ડ્રીમલાઇનર માટે એકદમ પરફેક્ટ છે. આ એરક્રાફ્ટ આરામદાયક અને એફિશિએન્ટ હતું. આજે ધણી એરલાઈન્સ જેમ કે, એર ઇન્ડિયા, બ્રિટિશ એરવેઝ અને એતિહાદ આ રૂટ પર 787-8નો ઉપયોગ કરે છે.

સિક્યોરિટી મેઝર્સ
- એડવાન્સ સિક્યોરિટી સ્ક્રીનિંગ: એરપોર્ટ પર મુસાફરોની સખત તપાસ કરવામાં આવે છે, જેમાં સામાન, બોડી સ્કેન અને આઈડી વેરિફિરેશનનો સમાવેશ થાય છે.
- કોકપીટ સિક્યોરિટી: 787-8માં કોકપીટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ છે જે અનધિકૃત પ્રવેશને રોકવામાં મદદ કરે છે.
- સાયબર સુરક્ષા: એરક્રાફ્ટની સિસ્ટમને હેકિંગથી બચાવવા માટે એડવાન્સ સાયબર સિક્યોરિટી મેઝર્સ છે.
- ગુપ્ત માહિતી શેરિંગ: એરલાઇન્સ અને સરકારી એજન્સીઓ રિયલ-ટાઈમ ઇન્ટેલિજન્સ શેર કરે છે, જેથી કોઈપણ ખતરાની અગાઉથી જાણ થઈ શકે.

સેફ્ટી મેઝર્સ
- રિડન્ડન્ટ સિસ્ટમ: 787-8માં ઘણી સિસ્ટમ રિડન્ડન્ટ છે, જેમ કે એન્જિન, હાઇડ્રોલિક્સ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, જેથી જો એક સિસ્ટમ નિષ્ફળ જાય, તો બીજી સિસ્ટમ તેનું સ્થાન લઈ લેશે.
- એડવાન્સ્ડ નેવિગેશન: GPS અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ્સ (ILS) સાથે, પાઇલટ્સ ચોક્કસ નેવિગેશન મળે છે.
- ઇમરજન્સી પ્રોસીજર: ક્રૂ મેમ્બર્સને રેગ્યુલર ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં ઇમરજન્સી લેન્ડિંગ, ફાયર ફાયટિંગ અને મેડિકલ ઈમરજન્સી સામેલ છે.
- મટીરીયલ્સ: 787-8માં લાઈટ વેટ કમ્પોઝીટ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને સુરક્ષિત અને વધુ ફ્યૂલ-એફિશિયન્ટ બનાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news