Mayday Call: ઈમરજન્સી સમયે પાયલોટ Mayday.. Mayday શા માટે બોલે ? આ છેલ્લા શબ્દોનો અર્થ ખબર છે તમને ?
Mayday Call: ફ્લાઈટમાં ઈમરજન્સીની સ્થિતિ સર્જાય એટલે પાયલોટ Mayday શબ્દનો ઉપયોગ કરે છે. પાયલોટ કઈ સ્થિતિમાં આ શબ્દો બોલે અને તેનો અર્થ શું થાય ચાલો જાણીએ.
Trending Photos
Mayday Call: અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ જેમાં ક્રૂ સહિત 242 લોકો સવાર હતા તે ક્રેશ થઈ ગઈ છે. આ ઘટના પછી દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ઘટના સાથે જ ફ્લાઈટ સંબંધિત મહત્વની જાણકારી સામે આવી છે. જેમાંથી એક છે પાયલોટ દ્વારા કરવામાં આવતો મેડે કોલ.
મેડે શબ્દનો ઉપયોગ પાયલોટ ઈમરજન્સી સમયે કરે છે. આ શબ્દ ફ્રાંસીસી શબ્દનું અંગ્રેજી સંસ્કરણ છે જેનો શાબ્દિક અર્થ થાય છે મારી મદદ કરો. શરુઆતી જાણકારી અનુસાર એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા પહેલા પાયલોટ તરફથી એટીસીને આ સિગ્નલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ટેકઓફ કર્યાની થોડી જ મિનિટમાં ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટના સમયે ફ્લાઈટમાં 242 લોકો સવાર હતા. ફ્લાઈટને લઈને સામે આવેલી જાણકારી અનુસાર દુર્ઘટના પહેલા ફ્લાઈટના પાયલોટ તરફથી નજીકના એટીસીને સિગ્નલ મોકલવામાં આવ્યો હતો. જેમાં જોખમની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેની ગણતરીની સેકન્ડમાં ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ.
ક્યારે કરવામાં આવે છે Mayday શબ્દનો ઉપયોગ ?
કોઈપણ ફ્લાઈટમાં મેડે કોલ એટલે ઈમરજન્સી સ્થિતિનો મેસેજ હોય છે. આ મેસેજ પાયલોટ ત્યારે આપે છે જ્યારે વિમાન કોઈ સંકટમાં હોય, જેમકે વિમાનનું એન્જીન ફેલ થઈ જાય, વિમાનમાં આગ લાગે, હવામાં ટક્કરનું જોખમ હોય, યાત્રી કે ક્રૂના જીવને જોખમ હોય તો આ મેસેજ દ્વારા પાયલોટ ટ્રેફિક કંટ્રોલ અને નજીકના વિમાનોને એલર્ટ કરે છે તે તેમને મદદની જરૂર છે.
આ સિવાય જ્યારે પ્લેન જોખમમાં હોય અને બધા જ મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ હોય અથવા તો પાયલોટ પાસે કોઈ જ બીજો વિકલ્પ ન હોય ત્યારે તે એરપોર્ટ્સ સેન્ટરમાં ડિસ્ટ્રેસ કોલ કરે છે. કોલ કનેક્ટ થતાં જ પાયલોટ Mayday શબ્દ ત્રણ વખત બોલે છે. જેથી કોલ રીસીવ કરનાર સતર્ક થઈ જાય અને આગળની જાણકારી ધ્યાનથી સાંભળે. 1920 થી આપાતકાલીન સ્થિતિમાં મેડે શબ્દ બોલવાની શરુઆત થઈ હતી. સૌથી પહેલીવાર આ શબ્દનો ઉપયોગ લંડનના ક્રોડોન એરપોર્ટ પર એક વરિષ્ઠ રેડિયો ઓફિસર દ્વારા કરવામાં આવ્યો હતો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે