'ફાલ્ગુની મને કહેતી અફેર હોવા જોઇએ...', અલ્પેશની 13 પાનની સ્યૂસાઇડ નોટમાં દર્દ, વેદના અને લાચારીના શબ્દો!
Surat Family Suicide : સુરતના ઉમરા વિસ્તારમાં થયેલા સામુહિક આપઘાત પ્રકરણમાં લવમેરેજ પછી ફાલ્ગુનીએ સહકર્મચારી નરેશ સાથે અફેર કરતા પતિ અલ્પેશે બે પુત્રોને મારી ફાંસો ખાતા પહેલા બે ડાયરી-સ્યૂસાઇડ નોટ લખી. જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી ફાલ્ગુની અને તેના પ્રેમી ખેતીવાડી વિસ્તરણ અધિકારી નરેશ રાઠોડની દુષ્પ્રેરણાના ગુનામાં ધરપકડ.
Trending Photos
Surat Family Suicide : સુરતના ઉમરા વિસ્તારમાં થયેલા સામુહિક આપઘાત પ્રકરણમાં નવો વળાંક આપ્યો છે. સામૂહિક આપણા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે પત્નીનો તેના સહકર્મચારી સાથે છેલ્લા ચાર વર્ષથી અફેર હતું જે વાતની જાણ પતિને થઈ ગઈ હતી. પતિએ પત્નીને બધી ભૂલ માફ કરી ફરીથી જીવન શરૂ કરવા માટે જણાવ્યું પણ હતું પરંતુ પત્ની એકની બે ના થઈ હતી. અને આખરે પતિએ કંટાળી બંને દીકરાઓની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો. અલ્પેશ સાથે લવમેરેજ કર્યા પછી ફાલ્ગુનીએ નરેશ સાથે અફેર કર્યું હતું. અલ્પેશે બે ડાયરી અને સ્યૂસાઇડ નોટ લખી હતી.
આ દુઃખદ ઘટના વચ્ચે એક ચોંકાવનારો વીડિયો વાયરલ
સુરતમાં શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના બે પુત્રોને ઝેરી દવા પીવડાવીને પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં અલ્પેશ સોલંકી અને તેના બે પુત્રોના તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દુઃખદ ઘટના વચ્ચે એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જે પતિ-પત્નીના સંબંધો પર ગંભીર સવાલો ઊભા કરે છે. વાયરલ થયેલા વીડિયોમાં અલ્પેશ સોલંકી અને તેની પત્ની ફાલ્ગુની એકબીજા પ્રત્યેના પ્રેમને દર્શાવતા જોવા મળે છે.
ફાલ્ગુનીએ પણ પોતાના હાથ પર પતિ અલ્પેશના નામનું ટેટૂ કરાવ્યું હતું
અલ્પેશે પોતાની પત્ની ફાલ્ગુનીના નામનું ટેટૂ પોતાના હાથ પર કરાવ્યું હતું. જે દર્શાવે છે કે તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. એટલું જ નહીં, ફાલ્ગુનીએ પણ પોતાના હાથ પર પતિ અલ્પેશના નામનું ટેટૂ કરાવ્યું હતું. જોકે, આ પ્રેમની પાછળ એક દર્દનાક સત્ય છુપાયેલું હતું. અલ્પેશની પત્ની ફાલ્ગુનીનો પ્રેમ સંબંધ નરેશ રાઠોડ નામના વ્યક્તિ સાથે હતો. અલ્પેશ માટે તેની પત્ની જ સર્વોપરી હતી, પણ ફાલ્ગુનીએ પોતાના પતિ અલ્પેશને બદલે તેના પ્રેમી નરેશને પ્રાધાન્ય આપ્યું. હાલ, સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે પ્રેમ અને વિશ્વાસના સંબંધોની વાસ્તવિકતા દર્શાવે છે.
‘અફેર તો હોવા જ જોઇએ’. હું બહાર નીકળું એટલે એ નરેશને ઘરે બોલાવી લેતી.’
છેલ્લા 1 મહિનાથી અલ્પેશ રોજ ડાયરીમાં પોતાની વેદના લખતો હતો. તેણે લખ્યું હતું કે, હું વન લેડી મેન હતો અને ફાલ્ગુની મને કહેતી કે ‘અફેર તો હોવા જ જોઇએ’. હું બહાર નીકળું એટલે એ નરેશને ઘરે બોલાવી લેતી.’ અફેર તોડી નાખવાને બદલે ફાલ્ગુનીએ એવું કહ્યું હતું કે, તારે મરી જવું હોય તો મરી જા. મને મારી લાઇફ જીવવા દે.’ તેણે એવું પણ લખ્યું હતું કે, ‘ફાલ્ગુની અને નરેશને અફેર તોડી નાખવા સમજાવ્યા હતા, પણ તેઓ માન્યા ન હતા.’ અલ્પેશના ભાઇ જીજ્ઞેશ સોલંકી (રહે, અરૂણ ઉદય સોસાયટી, બમરોલી)એ બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બે દીકરાઓની ઝેરી પીણું પીવડાવી હત્યા કરી નાખી!
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં સામૂહિક આપઘાતની ઘટના બની હતી જેમાં અલ્પેશ સોલંકી એ તેના બે વર્ષ અને આઠ વર્ષના માસુમ પુત્ર સાથે સામો આપઘાત કરી લીધો હતો અલ્પેશે સૌપ્રથમ તેના બે દીકરાઓની ઝેરી પીણું પીવડાવી હત્યા કરી નાખી હતી. જ્યારે બંને દીકરાઓની હત્યા બાદ તે પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર બનાવને લઈને ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે જ્યારે મૃતકનો મોબાઈલ ફોન ચેક કર્યો ત્યારે બહાર આવ્યું કે તેને આપઘાત પહેલા એક વિડિયો બનાવ્યો હતો. જેમાં તેને પોતાની પત્ની સાથેની આપવીતી વર્ણવી હતી. પત્ની ફાલ્ગુની ના અન્ય સહકર્મચારી નરેશ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હોવાનો વાતનો ઉલ્લેખ કર્યો હતો અને પત્ની દ્વારા કરવામાં આવતી ટોર્ચિંગ અંગે પણ તેને ઉલ્લેખ કર્યો હતો.
સુસાઇડ નોટમાં પત્નીના નરેશ રાઠોડ સાથેના પ્રેમ સંબંધ વિશે ઉલ્લેખ!
આ ઉપરાંત તેને આપઘાત પહેલા તેને નાના ભાઈને ફોન કર્યો હતો જેમાં સ્કૂલમાં રાખેલુ બેગ તે ભૂલી ગયો હોય લઈ આવવા માટે જણાવ્યું હતું. તેનો નાના ભાઈએ જ્યારે આ બેગ પોલીસને આપ્યું ત્યારે તેમાંથી સુસાઇડ નોટ અને બે ડાયરીઓ મળી હતી. સુસાઇડ નોટમાં પત્નીના નરેશ રાઠોડ સાથેના પ્રેમ સંબંધ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જ્યારે બે ડાયરીઓમાં પત્નીના પ્રેમ સંબંધ અને અન્ય ડાયરીમાં પોતાના માતાપિતા વિશે વાત નો ઉલ્લેખ કર્યો હતો.
પ્રથમ વખત શક ક્યારે ગયો
થોડા સમય પહેલા પત્ની ફાલ્ગુની સ્કૂલેથી આવવામાં લેટ થયું હતું જેને કારણે પતિ અલ્પેશે મોડું થવાનું કારણ પૂછ્યું હતું ત્યારે તેને જણાવ્યું હતું કે ગાડીમાં પંચર હતું અને નરેશે આ પંચર બનાવવામાં મદદ કરી હતી જેને લઈને અલ્પેશ તેના પર ગુસ્સે થયો હતો અને શંકાની સોય ઊભી થઈ હતી.
મોબાઇલના સીડીઆર કઢાવવામાં આવ્યા હતા
પત્ની ફાલ્ગુની ઉપર જે રીતે શક થયો હતો ત્યારબાદ પતિ અલ્પેશ દ્વારા તેના મોબાઈલ સીડીઆર કઢાવવામાં આવ્યા હતા સીડીઆર માં તે સતત નરેશ સાથે વાતચીત કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી પતિ નો શક હકીકતમાં બદલાઈ ગયો હતો.
દોઢ મહિનાથી ડાયરીમાં લખાણ કરતો હતો
મૃતક અલ્પેશ ને જ્યારે તેની પત્ની ફાલ્ગુની ઉપર શક ગયો ત્યારથી તે આ ડાયરીમાં એ વાતનો ઉલ્લેખ કરતો હતો તેનો ફાલ્ગુની પ્રત્યેનો પ્રેમ પણ આ ડાયરીમાં વર્ણવ્યો હતો આ ઉપરાંત ફાલ્ગુનીને આ બધું ભૂલી જઈ નવેસરથી શરૂઆત કરવા માટે પણ જણાવ્યું હતું છતાં ફાલ્ગુની સુધરી ન હતી. ફાલ્ગુની અલ્પેશને બાયલો પણ કહેતી હતી.
આરોપી નરેશના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે
આરોપી નરેશ ના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે તેની પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું છે બાદમાં તેની સગાઈ અન્ય યુવતી સાથે પણ થવાની હતી પરંતુ તે થઈ ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે