બુલેટ ટ્રેનથી બુલેટ ગતિએ પ્રગતી કરનારા અન્નદાતા, સરકારી પ્રોજેક્ટે ખેડૂતોની કરી કાયાપલટ!

Kheda News: દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવાની છે. આ ટ્રેનને લઈ સૌ કોઈમાં ઉત્સુક્ત જોવા મળી રહી છે. હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. 

બુલેટ ટ્રેનથી બુલેટ ગતિએ પ્રગતી કરનારા અન્નદાતા, સરકારી પ્રોજેક્ટે ખેડૂતોની કરી કાયાપલટ!

નચિકેતા મહેતા/ ખેડા: દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ થવાની છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન વખતે ઘણો વિરોધ થયો હતો. જમીનનો સારો ભાવ ન મળતો હોવાના આરોપ લાગ્યા હતા. ધરતીપુત્રોએ આંદોલન પણ કરવા પડ્યા હતા, પરંતુ આ પ્રોજેક્ટથી એવા અનેક ખેડૂત છે, જેમનું નશીબ જ બદલાઈ ગયું છે. સરકારે જે જમીન સંપાદિત કરી તેના એવા ભાવ મળ્યા કે, ખેડૂતોના બંગલા બંધાઈ ગયા છે. ચાલો જાણીએ બુલેટ ટ્રેનથી બુલેટ ગતિએ પ્રગતી કરનારા અન્નદાતાઓ વિશે. 

હવેલી જેવો બંગલો
હવેલી જેવો લાગતો આ બંગલોમાં એકથી એક ચડિયાતી સુવિધાઓ છે. લાખો રૂપિયાનો આ બંગલામાં રહેતા સૌ લોકો ખુશ છે. સૌ આનંદથી રહી રહ્યા છે. તમને થશે કે આમાં કોઈ ધનાઢ્ય મીલ માલિક રહેતા હશે. પરંતુ ના... આ હવેલી જેવા બંગલાના માલિક છે એક સામાન્ય ખેડૂત.

ખેડૂતોની કાયાપલટ 
આ એ જ ખેડૂત છે જે માત્ર કૃદરત પર નિર્ભર હતા. આખુ વર્ષ તનતોડ મહેનત કરતાં હતા અને જે પાકે તેનો સારો ભાવ મળે તો તેમનું ગાડુ ચાલતું, નહીં તે દેવામાં ડૂબેલા રહેતા હતા. પરંતુ તેમનું નસીબ રાતો રાત બદલાઈ ગયો. આ નસીબ બદલવાનું કામ કર્યું છે બુલેટ ટ્રેને. આ બુલેટ ગતિએ આવા તો અનેક ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ લાવવાનું કામ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે કર્યું છે.

જમીનના મળ્યા કરોડો!
તમે મહેલ જેવા જે બંગલાના દ્રશ્યો જોયા તે ખેડા જિલ્લાના મહેમદાવાદથી વચ્ચે આવેલા ભૂમેલ ગામના છે. આ જ ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. આ ગામમાં પહેલા જમીનનો ભાવ સાવ સામાન્ય હતો. પરંતુ જ્યારથી બુલેટનો પ્રોજેક્ટ આવ્યો, ત્યારથી જમીનનો ભાવ ઉચકાઈ ગયો છે. એટલું જ નહીં, પરંતુ જે જમીન પ્રોજેક્ટમાં ગઈ તે તમામ ખેડૂતોને કેન્દ્ર સરકારે ખૂબ જ સારા ભાવ આપ્યા છે અને આ ભાવથી જ ખેડૂતોએ પોતાના કાચા-પાકા મકાન તોડીને મહેલ જેવા બંગલા બનાવી દીધા છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સરકારે ન માત્ર જમીનના સારા ભાવ આપ્યા. પરંતુ ખેડૂતોના જે ઘરો વચ્ચે આવતા હતા તેનું પણ વળતર આપ્યું છે. 20 લાખથી અઢી કરોડ જેટલા ભાવ આપ્યા તો આજે ખેડૂતોની જાણે કાયાપલટ થઈ ગઈ છે.

ખેડૂતોનું નસીબ બદલાયું
ખેડા જિલ્લામાં આવેલું ભૂમેલ ગામ ખેતી પર નભતુ સામાન્ય ગામ છે. પરંતુ આ ગામમાં અલગ-અલગ ખેડૂતોની લગભગ 50થી 60 વીઘા જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગઈ છે. જેના ખેડૂતોને 70 કરોડ રૂપિયા જેટલું વળતર મળ્યું છે.

બુલેટ ગતિએ પ્રગતિ
સામાન્ય રીતે કોઈ સરકારી પ્રોજેક્ટમાં એવા આક્ષેપ લાગતા હોય છે કે, પુરતું વળતર મળતું નથી. પરંતુ સત્ય કંઈક અલગ પણ હોય છે. ખેડા જિલ્લા માટે તો સરકારી પ્રોજેક્ટ એક સોનાની સવાર લઈને આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news