'પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની ભાટાઇ કરવી અયોગ્ય', સ્માર્ટ મીટર મામલે કીર્તિદાન પર ધીરુ ગજેરાના પ્રહાર
સુરતમાં કિર્તીદાન ગઢવીના વાયરલ વીડિયો પર ધીરુભાઈ ગજેરાના વાર. સ્માર્ટ મીટરને સારુ ગણાવતા કિર્તીદાન પર કર્યા વાર. આ લોક કલાકાર ગુજરાતના લોકોનો અવાજ નથી બન્યા...પ્રજાનો અવાજ બનવાના બદલે સરકારની વાહવાહી કરવી અયોગ્ય. કહ્યું, પ્રજાનો અવાજ બનવાના બદલે સરકારની વાહવાહી કરવી અયોગ્ય. સ્માર્ટ મીટર સારુ હોવાનું કિર્તિદાન ગઢવીએ આપ્યું હતું નિવેદન..
Trending Photos
ઝી બ્યુરો/સુરત: ગુજરાતમાં પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીને લઈને એક વિવાદ સામે આવ્યો છે. જી હા...સ્માર્ટ મીટર મામલે લોકગાયક કીર્તિદાન ગઢવી પર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ આકરા પ્રહારો કર્યો છે. તેમણે જણાવ્યું કે પ્રજાનો અવાજ બનવાના બદલે સરકારની વાહવાહી કરવી અયોગ્ય છે. તમને જણાવી દઈએ કે સ્માર્ટ મીટર સારુ હોવાનું કિર્તિદાન ગઢવીએ એક વીડિયો વાયરલ કરીને નિવેદન આપ્યું હતું.
કીર્તિદાન ગઢવી પર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાના પ્રહાર
સુરતમાં કિર્તીદાન ગઢવીનો સ્માર્ટ મીટરને લઈને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેના પર પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ વાર કર્યો છે. સ્માર્ટ મીટરને સારુ ગણાવતા કિર્તીદાન પર ધીરુભાઈ ગજેરાએ પ્રહાર કરીને કહ્યું હતું કે, આ લોક કલાકાર ગુજરાતના લોકોનો અવાજ બન્યા નથી. પ્રજાએ તમને એક લોક સાહિત્યકાર બનાવ્યા છે. આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે અવાજ બન્યા નથી. પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની ભાટાઇ કરવી એ અયોગ્ય છે. પ્રજાનો અવાજ બનવું જોઈએ, પ્રજાની પડખે ઉભા રહેવું જોઈએ. માત્રને માત્ર નિર્માલ્ય થઇ અને સરકારની દલાલી કરવી એ મને અયોગ્ય દેખાય છે.
કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરને લઈને શું આપ્યું હતું નિવેદન?
નમસ્કાર મિત્રો જય માતાજી જય મિત્રો હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી પીજીવીસીએલ ની મેં મુલાકાત લીધી અને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એવી અફવાહ ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતમાં રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાહથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયા દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ્પ સારું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે