રાજકોટ મેયર ફરી વિવાદમાં! સ્ટેજ પર સ્થાન ન મળતા કાર્યક્રમ છોડી નીકળી ગયા, દુઃખી મને નયનાબેને કહ્યું...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં મેયરનું અપમાન થવાનો મામલો ગરમાયો છે. પદવીદાન સમારંભમાં મેયર નયનાબેનને સ્થાન ન મળતા મેયર કાર્યક્રમ છોડી જતા રહ્યા. આમંત્રણ પત્રિકામાં મેયરના આગમન અને નામનો ઉલ્લેખ, પણ સ્ટેજ ઉપર પ્રથમ નાગરિકને સ્થાન ન આપવામાં આવ્યું. મેયર આ ઘટનાના કારણે કાર્યક્રમ છોડી જતા રહ્યા.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. જી હા...સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મેયર નયનાબેન પેઢડિયા વિવાદમાં આવ્યા હતા. મેયર નયનાબેન પેઢડિયાને સ્ટેજ પર સ્થાન ન મળતા કાર્યક્રમ છોડી નીકળી ગયા. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે મેયરને એક અઠવાડિયા પહેલા આમંત્રણ આપ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ ઉપસ્થિત રહેવાના હોવાથી પ્રોટોકોલ મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવી હતી.
રાજકોટ મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, હું કાર્યક્રમમાં ગઈ પરંતુ સ્ટેજ પર મારી બેઠક વ્યવસ્થા નહોતી, રજિસ્ટ્રારની સીટ પર બેસવા કહ્યું પણ તે યોગ્ય ન કહેવાય. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસૂરિયાની ઉપસ્થિતિમાં મેયર કાર્યક્રમ છોડી રવાના થઈ ગયા હતા. કાર્યક્રમ શરૂ થઈ ગયા બાદ મેયર આવતા બેઠક વ્યવસ્થાની સમસ્યા સર્જાય હતી. રાજ્યપાલની નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહ્યા નહોતા. આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
બીજી બાજુ સમારોહમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાને આમંત્રણ આપ્યું હતું. પરંતુ જ્યારે તેઓ કાર્યક્રમમાં આવ્યા ત્યારે ન કોઈ તેમને લેવા ગયું કે ન તેમને સ્ટેજ પર સ્થાન મળ્યું. પરંતુ મેયરને સ્ટેજની નીચે જ્યાં પ્રોફેસરો બેઠા હતા ત્યાં બેસવાનું જણાવવામાં આવતા મેયર કાર્યક્રમમાંથી નીકળી જતા વિવાદ થયો હતો.
મેયરના કેટલા વિવાદ
- 18 દિવસ પહેલા મેયર મહાકુંભ પ્રવાસને લઈને પણ આવ્યા હતા વિવાદમાં
- RMCના જનરલ બોર્ડ પહેલા ભાજપની સંકલન બેઠકમાંથી પણ નારાજ થઈ નીકળી ગયા, પછી મનામણા કરવા પડ્યા
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ સ્થાન ન મળતા થયા નારાજ
રાજકોટ મેયર નયનાબેન પેઢડિયા શું આપ્યું નિવેદન?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં એક અઠવાડિયા પહેલા પ્રથમ નાગરિક તરીકે મને આમંત્રણ હતું, પરંતુ ત્યાં હું ગઈ તો સ્ટેજ ઉપર બેસવાની કોઈ વ્યવસ્થા ન હતી. ત્યાં રજિસ્ટ્રારની ખાલી સીટ ઉપર બેસવા કહેવામાં આવ્યું હતું, પરંતુ મેયર તરીકે અન્ય કોઈની સીટ ઉપર બેસવું યોગ્ય નહીં હોવાથી હું ત્યાંથી ચાલી આવી હતી. કદાચ યુનિવર્સિટીવાળાને ધ્યાન બહાર રહી ગયું હોય જે પણ હોય બેઠક વ્યવસ્થા ન હતી એટલે હું ત્યાંથી નીકળી ગઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે