બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર, આવતીકાલે જાહેર થશે ધોરણ-10 નું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) મોટી જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે ધોરણ 10 (SSC) 2025 ના પરિણામો જાહેર કરશે.

બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર, આવતીકાલે જાહેર થશે ધોરણ-10 નું પરિણામ

GSEB 10th result 2025 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) મોટી જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે ધોરણ 10 (SSC) 2025 ના પરિણામો જાહેર કરશે.

અહેવાલો અનુસાર, ગુજરાત બોર્ડ આવતીકાલે ધોરણ10 ના પરિણામો જાહેર કરશે. આ વિશે સત્તાવાર જાહેર બોર્ડ દ્વારા કરી દેવાઈ છે. પરિણામ જાહેર થયા પછી, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ્સ, gseb.org, gseb.org.in, gsebeservice.com દ્વારા પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામો વહેલા જાહેર કરી રહી છે, જેથી વિદ્યાર્થીઓ એડમિશન તરફ ફોકસ કરી શકે. હજી 6 મેના રોજ ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવી હતી. તેના બે દિવસ બાદ ધોરણ-10 નું પરિણામ જાહેર થવાનું છે. 

ગુજરાત બોર્ડે 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી બે શિફ્ટમાં ધોરણ 10 ની પરીક્ષાઓ યોજી હતી. પ્રથમ શિફ્ટ સવારે 10:30 થી બપોરે 1:45 વાગ્યા સુધી યોજાઈ હતી, જ્યારે બીજી શિફ્ટ બપોરે 3:00 થી સાંજે 6:15 વાગ્યા સુધી પેન અને પેપર પરીક્ષા ફોર્મેટમાં યોજાઈ હતી.

ગયા વર્ષે, ગુજરાત બોર્ડ SSC ધોરણ 10 ની પરીક્ષા માટે કુલ 7,06,370 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, અને તેમાંથી 6,99,598 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

લગભગ ૫.૭ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું જાહેર થયું હતું, જેનાથી પાસ થવાની ટકાવારી ૮૨.૫૬ ટકા થઈ ગઈ હતી, જે ૨૦૨૩ના પરિણામો કરતાં ૧૭.૯૪ ટકા વધુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news