ગ્રહોના રાજકુમાર શનિના નક્ષત્રમાં પ્રવેશતા જ 3 રાશિઓને લાગશે લોટરી, આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે!

Budh Nakshatra parivartan: બુધ ગ્રહ શનિના પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. બુધના નક્ષત્ર પરિવર્તનથી કઈ કઈ રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો. 

ગ્રહોના રાજકુમાર શનિના નક્ષત્રમાં પ્રવેશતા જ 3 રાશિઓને લાગશે લોટરી, આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે!

બુધ ગ્રહ 29 જુલાઈના રોજ એટલે કે આજે સાંજે 4.17 કલાકે આશ્લેષા નક્ષત્રમાંથી નીકળીને શનિના પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે. બુધ દરે 15થી 20 દિવસે પોતાનું નક્ષત્ર બદલે છે. બુધના આ નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોને અભૂતપૂર્વ સફળતા મળી શકે છે. 

મિથુન રાશિ
બુધ ગ્રહ તમારા જ રાશિ સ્વામી છે અને નક્ષત્ર પરિવર્તન બાદ તમારા જીવનમાં અનેક શુભ ફેરફાર આવી શકે છે. તમને બુધની ચાલ બદલાવવાથી આર્થિક લાભ થઈ શકે છે. જો એલર્જીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હોવ તો બુધનું આ પરિવર્તન સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. ઘરના લોકોની સાથે સારો સમય વિતાવવાની તક પણ આ રાશિના જાતકોને મળશે. ફરવાનો પ્લાન ઘડી શકો છો. વેપાર સંલગ્ન યોજનાઓ જે આગળ વધી શકતી ન હતી તેને હવે ગતિ મળી શકે છે. મીડિયા અને ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે. આર્થિક પક્ષે મજબૂતી આવશે. 

તુલા રાશિ
તુલા રાશિના જાતકોને પણ બુધના નક્ષત્ર પરિવર્તનથી કરિયરમાં લાભ થઈ શકે છે. બુધ તમને મનગમતી જગ્યાએ નોકરી અપાવી શકે છે. જે લોકો સરકારી ક્ષેત્રોમાં જોબ મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા હોવ તેમના માટે પણ સમય અનુકૂળ સાબિત થશે. આ રાશિના વેપારીઓ કામના મામલે મુસાફરી કરશે અને યાત્રાઓ શુભ ફળદાયી પણ સિદ્ધ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સીનિયર્સની મદદથી અનેક નવા કાર્યો થશે. ટેક્નિકલ ક્ષેત્રે જોડાયેલા હોવ તો તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે. સંબંધીઓનો સહયોગ આ રાશિના જાતકોને જીવનના દરેક ક્ષેત્રે પ્રાપ્ત થઈ શકે છે. 

મીન રાશિ
બુધના નક્ષત્ર પરિવર્તનથી તમારી એકાગ્રતામાં સુધારો જોવા મળશે. કામ અને અભ્યાસમાં આ રાશિના જાતકોનું ફોકસ વધશે. જેનાથી કરિયર અને શિક્ષણ બંને ક્ષેત્રે સફળ થઈ શકો છો. તાર્કિક ક્ષમતાથી તમે સમાજમાં તમારી અલગ ઓળખ બનાવી શકો છો. ધન ધાન્યથી જોડાયેલાલ જે મુદ્દા તમને પરેશાન કરતા હતા તેનો ઉકેલ મળી શકે છે. આ રાશિના જાતકોને ધન ભેગુ કરવાની પણ સારી તકો બુધના નક્ષત્ર પરિવર્તન બાદ મળશે. પ્રેમ સંબંધોમાં પણ સકારાત્મક ફેરફાર બુધની ચાલથી જોવા મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news