દર વર્ષે 1.7 કરોડ લોકોના હાર્ટ અટેકથી થાય છે મોત, જાણી લો કેમ થાય છે હ્રદય પર હુમલો?
Heart Attack: હાર્ટ એટેક આજકાલ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. યુવાન હોય કે વૃદ્ધ અનેક લોકો તેનો શિકાર બની રહ્યાં છે અને પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. વિશ્વમાં દર વર્ષે કરોડો લોકો આ બીમારીને કારણે પોતાનો જીવ ગુમાવે છે.
Trending Photos
Health News: ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુવાઓની અંદર હાર્ટ અટેકના કેસમાં ધરખમ વધારો થયો છે... આ ચિંતાનો વિષય એટલા માટે છે... કેમ કે 25થી 45 વર્ષની ઉંમરના લોકો જે સ્વસ્થ અને સક્રિય જીવન જીવતા દેખાય છે... જે કોઈપણ ચેતવણી વિના ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બને છે... આવો જ કિસ્સો હૈદરાબાદમાં સામે આવ્યો... ત્યારે યુવાનોમાં હ્રદયરોગના હુમલા કેટલા સામાન્ય છે?... જોઈશું આ અહેવાલમાં...
દર વર્ષે 1.7 કરોડ લોકોના હાર્ટ અટેકથી મોત
ભારતમાં 30 લાખ લોકોના હાર્ટ અટેકના શિકાર
નાની ઉંમરમાં હાર્ટ અટેકના કેસમાં થયો વધારો
આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે હૈદરાબાદના નાગોલ સ્ટેડિયમનો એવો વીડિયો સામે આવ્યો છે જેણે ચોંકાવી દીધા છે. કેમ કે એક યુવક પોતાના મિત્રોની સાથે બેડમિન્ટન રમી રહ્યો હતો. આ સમયે તે અચાનક બેભાન થઈને પડી જાય છે. ઘટના પછી મિત્રો તાત્કાલિક દોડી આવે છે અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે... પરંતુ ડોક્ટરની ટીમે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. તપાસમાં બેડમિન્ટન રમી રહેલાં યુવકની ઉંમર માત્ર 25 વર્ષની હોવાનું સામે આવ્યું.
આ પહેલાં 30 વર્ષનો એક યુવક ઉજ્જૈનના નાગદામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં છાતીમાં દુખાવાની ફરિયાદ લઈને ગયો હતો. ડોક્ટર તેના બ્લડ પ્રેશર ચેક કરી રહ્યા હતા ત્યારે તે બેભાન થઈને ઢળી પડ્યો. જોકે ડોક્ટરોએ તેને તાત્કાલિક સીપીઆર આપતાં તેનો જીવ બચી ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે યુવાનોમાં કેમ હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહ્યું છે?. તેના કારણો પર નજર કરીએ તો...
તમાકુનો ઉપયોગ હ્રદયરોગ માટે સૌથી મોટું અને જોખમી પરિબળ છે...
30થી 44 વર્ષની વયના લોકોમાં 26 ટકા હાર્ટ અટેક તમાકુથી આવે છે...
આ સિવાય પૂરતી ઉંઘ ન થવાથી શરીરને આરામ મળતો નથી...
માનસિક તણાવ અને સતત ટેન્શન હાર્ટ અટેકને પ્રોત્સાહન આપે છે...
જ્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ હ્રદયરોગના હુમલાનું જોખમ વધારે છે..
ભારતમાં 70 મિલિયનથી વધુ લોકોને ડાયાબિટીસ છે...
જેમાં મોટી સંખ્યામાં યુવાનો પણ ડાયાબિટીસના શિકાર છે...
ગુજરાતના અનેક જિલ્લામાં હાર્ટ અટેકની ઘટનામાં મોટો વધારો થયો છે. જેમાં સુરત, ઉના, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં બનેલી ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. જેમાં યુવાનોથી લઈને આધેડ હાર્ટ અટેકનો શિકાર બન્યા છે. હાર્ટ અટેક ચોક્કસથી ગંભીર બીમારી છે પરંતુ તેનાથી બચી શકાય છે. એટલે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને આ બીમારીથી જોજનો દૂર રહી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે