રાજીનામાની લડાઈમાં કોંગ્રેસે ઝંપલાવ્યું : તો મામલો તૂલ પકડતા ઈસુદાને પણ કરી દીધી મોટી જાહેરાત
Gopal Italia Resignation : ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગેમ વચ્ચે AAPની સ્પષ્ટતા... ઈસુદાને કહ્યું, ગોપાલ ઈટાલિયા લોકોના કામ કરશે, રાજીનામું નહીં આપે.. તો કોંગ્રેસ બોલી, આમઆદમી પાર્ટી છે ભાજપની બી ટીમ..
Trending Photos
Gujarat Politics : ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયાના રાજીનામાનો મુદ્દો હવે તૂલ પકડી રહ્યો છે. આ વચ્ચે ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે, ગોપાલ ઈટાલિયા રાજીનામું નહિ આપે. પરંતુ ભાજપે આપવું જોઈએ. ત્યારે આ શાબ્દિક યુદ્ધમાં હવે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે .
ગોપાલ ઈટાલિયા રાજીનામું નહીં આપે!: ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, રાજીનામું ગોપાલ ઇટાલિયાએ નહીં પરંતુ ભાજપે આપવું જોઈએ. વિસાવદરની જનતાએ ગોપાલભાઈને જીતાડ્યા છે અને તેઓ એના માટે કામ કરતા રહેશે. ગોપાલભાઈની જીત બાદ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે. જનતા સ્વયંભૂ જાગૃત થઈ રહી છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાય રહ્યું છે. ગોપાલભાઈ વિસાવદરનાં લોકોની વચ્ચે રહી મજબુતાઈથી કામ કરી રહ્યા છે.
રાજીનામાની ગેમમાં કોંગ્રેસની એન્ટ્રી
મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને માજી ધારાસભ્ય લલિત કગથરાએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર મુદ્દે ઝંપલાવ્યું. તેમણે કહ્યું કે, આગામી સોમવારે મોરબીની દુર્દશા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ મહાનગરપાલિકાનો ઘેરાવો કરાશે. મોરબીના લોકોએ કાંતિભાઈની ફાંદ ફાટી જાય તેટલા મત આપ્યા, એ ચેલેન્જ આપવા નથી આપ્યા. મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં આડેધડ ખડકાયેલા બાંધકામોના કારણે વરસાદી પાણીના નિકાલ બંધ થવાના મોરબી નર્કાગાર પરિસ્થિતિમાં ફેરવાયું છે. મોરબી પેરિસ પછી બનાવજો પહેલા નર્કાગાર સ્થિતિમાંથી બહાર કાઢવાની જરૂર છે. પુલ તૂટી જાય તેવી ગંભીર ઘટનાઓ બને ત્યાર પછી જ સ્થાનિક અધિકારીઓ અને સરકાર જાગે છે.
સાથે જ લલિત કગથરાએ હાલમાં મોરબી અને વિસાવદરના ધારાસભ્ય રાજીનામાં મૂકી ચૂંટણી લડવાની જ આપે છે તે મુદે પ્રહાર કરતા કહ્યું કે, ચેલેન્જ આપી હોય તો ગુંડાગર્દી ડામવાની અને નર્કાગાર પરિસ્થિતિમાંથી નગરજનોને બહાર કાઢવાની આપો.
રાજકોટ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલીયા વચ્ચે શાબ્દિક યુદ્ધ મામલામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઝંપલાવ્યું. તેમણે કહ્યું કે, બંન્ને ધારાસભ્યો અછપરાઈ કરે છે. આમ આદમી પાર્ટી ભાજપની જ બી ટીમ છે. એટલું જ નહિ, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ બન્ને નેતાઓને ગધેડા કહ્યાં. તેમણે કહ્યું કે, ગધેડાને પાટુ મારવામાં પગ ખરાબ ન કરાઈ. પ્રજાને હવે આવા લોકોથી સમજી જવું જોઈએ અને સમજણપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે