15 જુલાઈથી બદલાશે YouTubeના નિયમો, આ ક્રિએટર્સની કમાણી પર પડશે અસર

YouTube Rule Change : YouTube તેની મોનેટાઈઝેશન પોલિસીમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ફેરફાર પછી ઘણી YouTube ચેનલોની કમાણી ઘટી શકે છે. ખાસ કરીને તે ચેનલો જે રીપીટેટીવ અને AI કન્ટેન્ટ બનાવે છે. વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું ધ્યાન અધિકૃત અને ઓરિજનલ કન્ટેન્ટ પર છે અને આ માટે કંપની તેની પોલિસીમાં ફેરફાર કરી રહી છે.

15 જુલાઈથી બદલાશે YouTubeના નિયમો, આ ક્રિએટર્સની કમાણી પર પડશે અસર

YouTube Rule Change : ઓનલાઈન વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ તેની મોનેટાઈઝેશન પોલિસી અપડેટ કરી રહ્યું છે. આ પોલિસી 15 જુલાઈ, 2025થી અમલમાં આવશે, જે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ સાથે સંબંધિત છે. હાલમાં જો તમે યુટ્યુબ ખોલો છો, તો તમને એક જેવું જ કન્ટેન્ટ દેખાય છે, તેનું સોલ્યુશન લાવવા માટે યુટ્યુબ આ અપડેટ લાવી રહ્યું છે.

યુટ્યુબ 15 જુલાઈ, 2025થી તેના પાર્ટનર પ્રોગ્રામ નિયમોને કડક બનાવી રહ્યું છે. નવા નિયમો હેઠળ, મોટાપાયે ઉત્પાદિત, રીપીટેટીવ અને અપ્રમાણિક કેન્ટેન્ટની જાહેરાત આવકમાં ઘટાડો થશે. જો કે, કંપનીએ ચેનલનું મોનેટાઈઝેશન કરવા માટેની શરતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ચેનલ મોનેટાઈઝેશન માટે આ શરતો પૂર્ણ કરવી પડશે

એટલે કે, ચેનલનું મોનેટાઈઝેશન કરવા માટે તમારી પાસે 1000થી વધુ સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઈએ. આ ઉપરાંત, ચેનલ પર 12 મહિનામાં 4000 કલાક પબ્લિક વોચ અથવા 90 દિવસમાં 1 કરોડ શોર્ટ્સ વ્યૂ હોવા જોઈએ. જો કે, હવે શરત ફક્ત આટલી જ નહીં, પરંતુ તમારું કન્ટેન્ટ ઓરિજનલ અને અધિકૃત હોવું જોઈએ.

યુટ્યુબ સ્પામ અને AI કન્ટેન્ટની સંખ્યા ઘટાડવા અને ઓરિજનલ કેન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ અપડેટ લાવી રહ્યું છે. જે ક્રિએટર્સ આ અપડેટ કરશે નહીં તો તેમને ડિમોનેટાઇઝેશનનો સામનો કરી શકે છે. ભલે તેમનું કન્ટેન્ટ સારા નંબરો મેળવી રહી હોય.

AI કેન્ટેન્ટની વધતી સંખ્યા

AI ટેકનોલોજીની એન્ટ્રી સાથે YouTube પર આવા કેન્ટેન્ટનનું પૂર આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, આ હલકી ગુણવત્તાવાળા મીડિયા અથવા કેન્ટેન્ટ AIની મદદથી જનરેટ કરવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, તમને ફોટા પર AI વૉઇસઓવર સરળતાથી મળશે અથવા YouTube પર વિડિઓ ક્લિપ પર AI વૉઇસઓવર પ્રકારનું કેન્ટેન્ટ મળશે.

એવી ઘણી ચેનલો છે, જેમણે AI કેન્ટેન્ટ જનરેટ કરીને લાખો સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે. આ વિડિઓઝ AIની મદદથી જનરેટ કરવામાં આવે છે અને ઓરિજનલ તરીકે રજૂ કરવામાં આવે છે. YouTube આવા કેન્ટેન્ટ અંગે નીતિ અપડેટ લાવી રહ્યું છે. કંપનીનું માનવું છે આ એક નાનું અપડેટ છે, પરંતુ તે AIની મદદથી બલ્ક કેન્ટેન્ટ બનાવનારાઓને અસર કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news