ફેલાઈ રહેલા કોરોના વચ્ચે AMA ના પ્રેસિડેન્ટની મોટી સલાહ, આ લક્ષણો દેખાય તો સાવચેત રહેજો

Corona Cases In Gujarat : ચાઇના, સિંગાપોર, થાઇલેન્ડમાં આવ્યા કોરોનાના કેસ,,, ગુજરાતમાં જાન્યુંઆરીથી મે સુધી કોરોનાના કુલ 21 કેસ નોંધાયા,,, હાલ 15 એક્ટિવ કેસ,,, અમદાવાદમાં 13, અમદાવાદ રુલરમાં 1 અને એક રાજકોટમાં એક કેસ જોવા મળ્યો

ફેલાઈ રહેલા કોરોના વચ્ચે AMA ના પ્રેસિડેન્ટની મોટી સલાહ, આ લક્ષણો દેખાય તો સાવચેત રહેજો

Gujarat Corona Update : કોરોનાના વધતા કેસથી ડરવાની નહીં પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. AMAના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ આ નિવેદન આપ્યું છે. ચીનમાં કોરોના ફરીવાર ફેલાતા અહીં પણ લોકોમાં ડર ફેલાયો છે. પરંતુ ડરવાની જરૂર ન હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. રસીના કારણે ઈમ્યુનિટી જનરેટ થઈ ચુકી છે. પરંતુ નિષ્ણાંતો ભીડથી દૂર રહેવાની અને લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ બાળકો અને વડીલોનું વિશેષ ધ્યાન રાખવાનું સૂચન તબીબો કરી રહ્યા છે.

બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી 
કોરોનાના કેસમાં વધારો થતા AMA ના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ કહ્યું કે, થોડા સમય પહેલા ચિનમાં ફેલાતા ફરીવાર આપણને ડર છે. ઓમીક્રોન વાયરસ જ હાલ પણ જોવા મળી રહ્યો છે, જે વધુ ભયાનક નથી. મોટાભાગના લોકોએ વેક્સીન લીધી છે તો હર્ડ ઇમ્યુનીટી જનરેટ થઈ ચુકી છે. કોરોનાના કારણે બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી. બાળકોને થાય તો ન્યુમોનિયા થઈ શકે છે. 

લક્ષણો દેખાય તો ભીડથી દૂર રહો 
તેણે સૂચનો આપતા કહ્યું કે, વડીલોને પણ સાવચેતી રાખવાની જરૂર છે. લક્ષણો દેખાય તો ભીડથી દૂર રહો. લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવો. રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે માટે સંતુલિત ખોરાક લો. સરકાર સાથે આગામી સીચવેશન માટે AMA પણ તૈયાર છે.

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી 
ગુજરાતમાં કોરોના વાયરસે ફરીથી પગપેસારો કરતા આરોગ્ય તંત્રએ ફરી એકવાર એલર્ટ મોડ ચાલુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના નવા કેસ ધીરે ધીરે નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં રાજ્યભરમાં કુલ 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં આગોતરા આયોજન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના સૂચન પરથી દરેક જિલ્લામાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાની શક્ય ત્રીજી લહેર અથવા મજબૂત પુનરાગમન સામે લડવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. 

800 ઓક્સિજન બેડ તૈયાર: વધુ બેડ ઉમેરવાની પણ તૈયારી
જુનાગઢ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પણ તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરજોશે કરી દેવાઈ છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે 800 બેડ ઉપલબ્ધ છે. જે તમામ ઓક્સિજન લાઇન સાથે જોડાયેલા છે અને કોરોના સંક્રમિત દર્દીઓની તાત્કાલિક સારવાર માટે સજ્જ છે. જો દર્દીઓની સંખ્યા વધુ વધે, તો વધુ બેડ ઉપલબ્ધ કરાવવા માટે પણ તંત્ર તત્પર છે.

આરોગ્ય કમિશનર ડો.નીલમ પટેલે જણાવ્યું કે, વિદેશમાં કોરોનાનો વાયરસ જોવા મળ્યો છે. ચીન, સિંગાપોર, થાઈલેન્ડમાં જોવા મળ્યો છે. ભારતમાં થોડા અંશે જોવા મળ્યો છે. ગુજરાતમાં જાન્યુઆરીથી મે સુધી 21 કુલ કેસ નોંધાયા છે. હાલ 15 એક્ટિવ કેસ છે. ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યાં છે. અમદાવાદમાં 13, અમદાવાદ રુલરમાં 1 અને એક રાજકોટમાં કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં કુલ 15 કેસ જોવા મળ્યા છે. લોકલ લેવલે ડોક્ટરે ઘરે જ તમામ દર્દીને આઈસોલેટ કર્યાં છે. હજી સુધી એક પણ મરણ થયું નથી. હાલ ગભરાવાની જરૂર નથી. સાવચેતી રાખવાની જરૂર છે. વિદેશ જઈને આવ્યા હોય તો ટેસ્ટ કરવી લેવા અને જો તાવ આવતો હોય તો જાતે આઈસોલેશનમાં રહી સાવચેતી રાખવી. હાલ કોઈ નવી ગાઇડલાઈન જાહેર કરી નથી. તબિયત નરમ લાગે તો પ્રવાહી વધારે લેવું. અગમચેતીના ભાગ રૂપે આપણે તૈયારી રાખી છે. હોસ્પિટલમાં આઇસોલેશનની તૈયારી રાખી છે. જેમ જેમ કેસ વધશે તે રીતે તૈયારી કરવામાં આવશે. જૂના વાયરસ ઓમિક્રોનનો જ આ ભાગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news