કેનેડામાં ગુજરાતી યુવકની હત્યા, વિદેશી પાડોશીએ ચાકુથી રહેંસી નાંખ્યો, એક વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

Indian National Stabbed To Death In Canada : વિદેશી ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા... કેનેડામાં રહેતા સુરતના યુવકની ક્રૂર હત્યા... રોકલેન્ડ એન્ટારીયોમાં બની આ ઘટના... મૂળ સુરતના ધર્મેશ નામના યુવાનને ઉતાર્યો મોતને ઘાટ... પાડોશમાં રહેતા એક વ્યક્તિએ જ આપ્યો હત્યાને અંજામ...
 

કેનેડામાં ગુજરાતી યુવકની હત્યા, વિદેશી પાડોશીએ ચાકુથી રહેંસી નાંખ્યો, એક વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

Canada News : કેનેડામાં ભારતીય દૂતાવાસે શનિવારે જણાવ્યું હતું કે, ઓટ્ટાવા નજીકના રોકલેન્ડ વિસ્તારમાં એક ગુજરાતી યુવકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એક વિદેશી યુવકની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે એક નિવેદન બહાર પાડીને આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું, જેમાં પીડિતાના પરિવારને સમર્થન આપ્યું હતું.

કેનેડાની રાજધાની ઓટ્ટાવા નજીક સ્થિત રોકલેન્ડ ટાઉનમાં ધર્મેશ કથીરિયા નામની ગુજરાતી યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ગુજરાતના ભાવનગરમાં રહેતા 27 વર્ષીય ધર્મેશ કથીરેયાની ઘરની બહાર નીકળતી વખતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે ધર્મેશની પત્ની ઘરે જ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પીડિતા અને તેની પત્નીને ઘણા સમયથી હેરાન કરી રહ્યો હતો.

 

— India in Canada (@HCI_Ottawa) April 5, 2025

 

હુમલાખોર 60 વર્ષનો વિદેશ શખ્સ હોવાનું કહેવાય છે. આરોપ છે કે તે અગાઉ પણ ધર્મેશ અને તેની પત્ની પર ભારત વિરોધી અને જાતિવાદી ટિપ્પણી કરતો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તે જ વ્યક્તિએ અચાનક હુમલો કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધર્મેશની પત્નીની ચીસો સાંભળી શકાય છે. બંનેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા અને નવા જીવનની શોધમાં કેનેડા આવ્યા હતા.

ધર્મેશ રોકલેન્ડના લોકપ્રિય 'મિલાનો પિઝા'માં મેનેજર તરીકે કામ કરતો હતો. શોકમાં આ ઘટનાને પગલે રેસ્ટોરન્ટે કામચલાઉ ધોરણે કામગીરી બંધ કરી દેવાયું છે. ત્યાંના એક કર્મચારીએ પોસ્ટમાં લખ્યું, "અમે માત્ર એક મેનેજર જ નહીં, પરંતુ એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે."

ભારતીય હાઈ કમિશનનો જવાબ
ભારતીય હાઈ કમિશને આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને પીડિત પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છે. ઑન્ટેરિયો પ્રાંતીય પોલીસ (OPP) એ હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે, પરંતુ તેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ આ કેસની સંભવિત વંશીય અપરાધ તરીકે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

મૂળ સુરતનો ધર્મેશ કથીરિયા 2019માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે કેનેડા આવ્યો હતો અને વર્ક પરમિટ પર હતો. કેનેડાની રાજધાની ઓટ્ટાવા નજીક એક ટાઉનશીપમાં શુક્રવારે ધર્મેશ કથીરિયાની હત્યા કરવામાં આવી છે, આ હત્યા પાછળ જાતિવાદ પ્રેરિત હોઈ શકે છે.

ઘટના બાદ કથિત હુમલાખોરને પોલીસે કસ્ટડીમાં લીધો હતો, પરંતુ તેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news