Live મેચમાં સૂતો જોવા મળ્યો CSKનો ખેલાડી, કેમેરાએ દુનિયા સામે ખોલી પોલ, ચાહકોએ કર્યો ટ્રોલ

IPL 2025 : IPL 2025ની સિઝનમાં જીત સાથે શરૂઆત બાદ CSKનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, ટીમને સતત 3 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. શનિવારે દિલ્હી સામે રમાયેલી મેચમાં પણ ચેન્નાઈ 50 રને હાર્યું હતું. આ મેચ દરમિયાન  CSKનો એક ખેલાડી ઊંઘતો જોવા મળ્યો હતો. 

Live મેચમાં સૂતો જોવા મળ્યો CSKનો ખેલાડી, કેમેરાએ દુનિયા સામે ખોલી પોલ, ચાહકોએ કર્યો ટ્રોલ

IPL 2025 : ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને શનિવારે રમાયેલી IPL મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે  50 રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે IPL 2025ની સીઝન CSK માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ ચારમાંથી ત્રણ મેચ હારી છે. CSKની ટીમ IPL 2025ના પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.

LIVE મેચમાં CSKનો ખેલાડી સૂતો જોવા મળ્યો

ચેન્નાઈ સુપર કિંગ્સનો ક્રિકેટર વંશ બેદી શનિવારે, 5 એપ્રિલે ચેન્નાઈમાં દિલ્હી કેપિટલ્સ સામેની આઈપીએલ મેચ દરમિયાન ડગઆઉટમાં સૂતો જોવા મળ્યો હતો. વંશ બેદી, જેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અત્યાર સુધી એક પણ મેચ રમી નથી, તે પાવરપ્લે ઓવર દરમિયાન રવિન્દ્ર જાડેજાની બાજુમાં સૂતો જોવા મળ્યો હતો.

 

— ડꫀꪜꫀꪀ🐥 (@Twilightlove_7) April 5, 2025

વંશ બેદીનો વીડિયો વાયરલ થયો

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા ક્રિકેટર વંશ બેદીની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. IPL 2025 સીઝનમાં CSK vs RCB મેચ દરમિયાન વંશ બેદી ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે મેચ પછી વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની સાથે ફોટો પડાવ્યો હતો. વંશ બેદી એક વિકેટકીપર-બેટ્સમેન છે, જે દિલ્હી પ્રીમિયર લીગમાં ફેમસ થયો હતો, તેને સ્પિનનો સારો ખેલાડી માનવામાં આવે છે. જો કે, હવે વંશ બેદી ઊંઘના કારણે ફેમસ થયો છે, કારણ કે મેચ દરમિયાન તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

— Gems of Benares (@singh_kumaramit) April 5, 2025

દિલ્હીએ ચેન્નાઈને હરાવ્યું 

શનિવારે રમાયેલી IPL મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. દિલ્હીએ KL રાહુલની 77 રનની શાનદાર ઈનિંગની મદદથી શનિવારે ચેન્નાઈને તેના જ મેદાનમાં 25 રનથી હરાવીને IPL 2025માં જીતની હેટ્રિક પૂરી કરી. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. સ્ટેડિયમમાં તેના માતા-પિતા સહિત ધોનીનો આખો પરિવાર હાજર હતો પરંતુ ધોની ટીમને જીતના મુકામ સુધી લઈ જઈ શક્યો નહોતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news