ગુજરાતમાં વ્યાજખોરો બન્યા બેફામ, વિધવા મહિલા અને પુત્ર સાથે અત્યાચાર, યુવકને 3 મહિનાથી કર્યો કેદ

ગુજરાતમાં સરકાર અને પોલીસ ગમે એટલા પ્રયાસો કરે પરંતુ વ્યાજખોરોનો આતંક બંધ થતો નથી. હવે વડોદરામાં માતા-પુત્ર વ્યાજખોરના આતંકનો ભોગ બન્યા છે. વ્યાજખોરોએ જે રીતે માતા-પુત્ર પર ત્રાસ ગુજાર્યો તે વાંચી તમે પણ ચોંકી જશો.

ગુજરાતમાં વ્યાજખોરો બન્યા બેફામ, વિધવા મહિલા અને પુત્ર સાથે અત્યાચાર, યુવકને 3 મહિનાથી કર્યો કેદ

રવિ અગ્રવાલ, વડોદરાઃ ગુજરાતમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકારે કાયદો બનાવ્યો છતાં આ વ્યાજખોરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વાત વડોદરાની છે, જ્યાં એક વિધવા મહિલા સાથે વ્યાજખોરોએ એવું કર્યું કે જેના કારણે વ્યાજખોરો પર ધિક્કારનો વરસાદ થઈ રહ્યો છે...વિધવા માતા અને તેના માનસિક અસ્વસ્થ પુત્રને વ્યાજખોરોએ માનસિક ત્રાસ આપ્યો અને ઘરમાં જ કેદ કરી દીધા...જુઓ એક વિધવા માતાના દર્દનો આ ખાસ અહેવાલ....
  
સંસ્કારી નગરી વડોદરા, જે પોતાની શાંતિ અને સંસ્કૃતિ માટે જાણીતી છે, ત્યાં એક એવી ઘટના સામે આવી છે, જે માનવતાને શર્મસાર કરે છે. વ્યાજખોરોનો આતંક ફરી એકવાર ચર્ચામાં છે, અને આ વખતે એક વિધવા મહિલા અને તેના માનસિક રીતે અસ્વસ્થ પુત્રની હૃદયદ્રાવક વ્યથા સામે આવી છે. 

માંજલપુરના તુલસીધામ ચાર રસ્તા પાસે રહેતી વિધવા રમીલાબહેન બજાણિયા અને તેમના માનસિક રીતે અસ્વસ્થ પુત્રની જીવનકથા એક દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગઈ. વ્યાજખોર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદા દાવાએ આ માતા-પુત્ર પર એવો અત્યાચાર ગુજાર્યો, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. 

રમીલાબહેને નરેન્દ્ર અને શારદા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. તેમણે વ્યાજ સહિત આખી રકમ ચૂકવી દીધી હતી, પરંતુ વ્યાજખોરોની લાલચ અહીંયા અટકી નહીં. નરેન્દ્ર અને શારદાએ વધુ પૈસાની માગણી કરી અને રમીલાબહેનને શારીરિક ત્રાસ આપ્યો. એટલું જ નહીં, તેમના માનસિક રીતે અસ્વસ્થ પુત્રને ત્રણ મહિના સુધી ઘરમાં તાળું મારીને કેદમાં રાખ્યો.  

રમીલાબહેને નરેન્દ્ર અને શારદા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા
વ્યાજ સહિત આખી રકમ ચૂકવી દીધી હતી
જખોરોની લાલચ અટકી નહીં, વધુ પૈસાની માગણી કરી 
રમીલાબહેનને શારીરિક ત્રાસ આપ્યો

એક માતાની વ્યથા કોઈનાથી સહન ન થાય. રમીલાબહેનને તેમના પુત્રને જાળીમાંથી પાણી અને ભોજન આપવાની ફરજ પડી. તેમણે વ્યાજખોરોને વારંવાર તાળું ખોલવાની વિનંતી કરી, પરંતુ માનવતાને નેવે મૂકનારા આ માતા-પુત્રએ એક ન સાંભળ્યું.

સામાજિક કાર્યકરની સૂચના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી. માંજલપુર પોલીસે ગુનો નોંધીને વ્યાજખોર નરેન્દ્ર દાવા અને શારદા દાવાની ધરપકડ કરી. પરંતુ સવાલ એ છે કે, આવા અત્યાચારો ક્યારે અટકશે?

આવા અત્યાચારો ક્યારે અટકશે?
ગુજરાતમાં વ્યાજખોરી એક સામાજિક દૂષણ બની ગઈ છે. સરકારે આ માટે કડક કાયદા બનાવ્યા છે, પરંતુ વ્યાજખોરોનો આતંક ઓછો થવાનું નામ લેતો નથી. ઘણા લોકો વ્યાજના ચક્કરમાં આપઘાત જેવું આત્યંતિક પગલું ભરી લે છે. આવા સમયે, ન્યાયતંત્રે આવા ગુનેગારોને કડક સજા આપીને સમાજમાં એક ઉદાહરણ સ્થાપિત કરવું જરૂરી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news