Gambhira Bridge Collapse: જ્યાં પૂલ તૂટ્યો ત્યાં અધિકારીઓએ બનાવી દીધી દીવાલ, અંદર ફસાયા રેસ્ક્યુ વાહન
મહી નદી પર બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે. સરકારે તપાસના આદેશ આપ્યા છે અને આ બ્રિજ પર વાહન-વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ વચ્ચે તંત્ર દ્વારા ફરી બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
Trending Photos
વડોદરાઃ વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામ નજીક મહિસાગર નદી ઉપરના પૂલ તૂટી પડવાની ઘટનાઓ રાજ્યમાં હડકંપ મચાવી દીધો છે. આ દુર્ઘટનામાં તંત્રના પાસે 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી પણ ગુજરાતનું સરકારી તંત્ર ગંભીર બન્યું નથી. આ બ્રિજ દુર્ઘટના બાદ ત્યાંથી વાહનો પસાર ન થાય તે માટે તંત્રએ દીવાલ બનાવી પરંતુ અધિકારીઓની પોલંપોલ સામે આવી છે.
તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન
જ્યાં મહી નદી પર બ્રિજ દુર્ઘટના થઈ હતી, તે પૂલ વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. એક તરફથી વાહનો પસાર ન થાય તે માટે તંત્રએ બ્રિજના છેડે દીવાલ બાવી છે. પરંતુ આ નવી દીવાલ બની રહી હતી આ દરમિયાન તંત્ર ભૂલી ગયું કે રેસ્ક્યુ માટે અંદર રહેલા વાહનો બહાર કાઢવાના બાકી છે. તંત્રએ અચાનક દીવાલ બનાવી દેતાં બ્રિજ પર ત્રણ વાહનો ફસાયા છે. એટલે કે આટલી મોટી દુર્ઘટના છતાં આ સરકારી અધિકારીઓમાં ભાન આવ્યું નથી. ત્યારે તંત્રની કામગીરી અને ખરાબ વહીવટ પર સવાલો ઉઠી રહ્યાં છે.
સરકારે નવો પૂલ બનાવવાનો લીધો નિર્ણય
આ દુર્ઘટના બાદ સરકાર અને તંત્રની કામગીરી સામે સતત સવાલો ઉઠી રહ્યાં છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને નવેમ્બર ૨૦૨૪માં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. પાદરા અને આંકલાવને જોડતો આ નવો પૂલ ૧૮ માસમાં બનાવવા તાબડતોડ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને ગત નવેમ્બર મહિના માં મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે