Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ

Bajaj EV Production: બજાજ ઓટોને આગામી મહિનાઓમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવું પડી શકે છે. બજાજ હાલમાં GoGo ઇ-રિક્ષાનું ઉત્પાદન કરી રહી છે.

Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ

Bajaj EV Production: દેશની પ્રખ્યાત ઓટો કંપની બજાજ ઓટોને મોટો ઝટકો લાગી શકે છે. કંપનીના એમડી રાજીવ બજાજે કહ્યું છે કે, જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો કંપનીને ઓગસ્ટ 2025થી તેના ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન બંધ કરવું પડી શકે છે.

આ સમસ્યાનું સૌથી મોટું કારણ ચીન છે. ચીને રેયર અર્થ મેગ્નેટ્સના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મેગ્નેટ્સ ઇલેક્ટ્રિક મોટર બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાચો માલ હોય છે. તેમના વિના ઇલેક્ટ્રિક વાહનો બનાવવા મુશ્કેલ બની શકે છે.

રેયર અર્થ મેગ્નેટ્સની અછતને કારણે ઠપ થઈ શકે છે પ્રોડક્શન
બજાજ હાલમાં તેના ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર અને તાજેતરમાં લોન્ચ થયેલા GoGo ઇ-રિક્ષાનું પ્રોડક્શન કરી રહ્યું છે, પરંતુ હવે ચીનમાંથી રેયર અર્થ મેગ્નેટ્સની સપ્લાઈ બંધ થવા લાગી છે, જેના કારણે EV મોટર્સ બનાવવા માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ નથી. કંપનીનું કહેવું છે કે, જો વર્તમાન સ્ટોક ટૂંક સમયમાં ખતમ થઈ જાય અને વૈકલ્પિક પુરવઠો ન મળે, તો ઓગસ્ટ 2025 કંપની માટે 'જીરો પ્રોડક્શન મંથ' સાબિત થઈ શકે છે.

બજાજે સરકાર પાસે માંગી મદદ 
રાજીવ બજાજે આ મુશ્કેલ પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, EV (ઇલેક્ટ્રિક વાહન)માં વપરાતા લગભગ 90% મેગ્નેટ્સ ચીનથી આવે છે. ચીનની નવી એકસપોર્ટ પોલિસીને કારણે ફક્ત બજાજ જ નહીં, પરંતુ ઘણી અન્ય ભારતીય ઓટો કંપનીઓની સપ્લાય ચેઇનને અસર થઈ છે.

રાજીવ બજાજે ભારત સરકારને આ બાબતને ગંભીરતાથી જોવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સરકારે નીતિમાં સ્થિરતા અને સ્પષ્ટ દિશા પ્રદાન કરવી જોઈએ જેથી કંપનીઓ ઝડપથી દેશમાં જ સમાધાન અથવા નવા સપ્લાયર્સ ટૂંક જ સમયમાં શોધી શકે.

ફક્ત બજાજ જ નહીં, TVS અને Ather પણ પ્રભાવિત
બજાજની જેમ અન્ય ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીઓ જેમ કે, TVS  અને Ather Energy પણ આ જ સમસ્યાનો સામનો કરી રહી છે. આ કંપનીઓ પણ સપ્લાઈમાં સમસ્યાના કારણે તેમના પ્રોડક્શનને ધીમે ધીમે ઘટાડી રહી છે.

જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે, તો આવનારા સમયમાં ગ્રાહકો પર તેની સીધી અસર જોવા મળી શકે છે. આનાથી માત્ર EVની ઉપલબ્ધતામાં ઘટાડો થશે જ નહીં, પરંતુ તેમની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે.

શું છે રેયર અર્થ મેગ્નેટ્સનું મહત્વ?
રેયર અર્થ મેગ્નેટ્સ ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે ખૂબ જ મહત્વપૂર્ણ પાર્ટ હોય છે. તેનો ઉપયોગ ખાસ કરીને મોટર ચલાવવા માટે થાય છે. આ મેગ્નેટ્સનું પ્રોડક્શન ખૂબ ઓછા દેશોમાં થાય છે. હાલમાં ચીન આ મેગ્નેટ્સનું સૌથી મોટું પ્રોડ્યૂસર અને એક્સપોર્ટર છે. જ્યારે ચીન તેમના નિકાસ પર પ્રતિબંધ મૂકે છે, ત્યારે તેની સીધી અસર આખી દુનિયાની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીઓ પર પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news