શરીરસુખ માણવાનું કહેતા નર્સે કર્યો પ્રતિકાર, આખરે રાજકોટમાં થયેલી નર્સની હત્યાનું રહસ્ય ઉકેલાયું
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ સિવિલની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા 53 વર્ષીય ચૌલાબેન પટેલની તેના જ ઘરમાં પાડોશમાં રહેતા યુવકે છરીના ઘા મારી હત્યા નિપાજવી દેતા ચકચાર મચી હતી. પાડોશીઓએ આરોપીને પકડીને પોલીસે સોંપી દીધો છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના યુનિવર્સિટી રોડ પર નર્સની થયેલી હત્યામાં પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે. પડોશમાં જ રહેતા હવસખોર શખ્સે નર્સની સાથે બળજબરી કરતા માથાકૂટ થઈ હતી અને હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હવસખોર હત્યારાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જૂઓ કોણ છે હત્યારો અને કેવી રીતે આપ્યો હત્યાને અંજામ.
- રાજકોટમાં થયેલી નર્સની હત્યાનું રહસ્ય ઉકેલાયું..
- પાડોશી શખ્સ જ નીકળો હત્યારો...
- હવસનો શિકાર બનાવવા જતા કર્યો હતો નર્સે પ્રતિકાર..
- હવસખોર હત્યારો પોલીસ સકંજામાં..
હત્યાની આ ઘટના પર નજર કરીએ તો..
- તારીખ - 13 મે, 2025
- સમય - રાત્રે 12:45 વાગ્યે
- સ્થળ : ઋષિકેશ સોસાયટી શેરી નંબર 3
મકાનમાં રહેતા ચૌલાબેન પટેલની હત્યા કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને હત્યાનું રહસ્ય શોધવા અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, પડોશમાં રહેતા કાનજી વાંજા દ્વારા ચૌલાબેન પટેલની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે. જેથી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક અસરથી કાનજીના ઘરે તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ દ્વારા કાનજીના ઘરના વોશરૂમમાં તપાસ હાથ ધરવામાં આવતા કાનજી પોતાના ઘરના વોશરૂમમાં છુપાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા કાનજીને વોશરૂમમાંથી બહાર કાઢી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં કાનજી મૂળ કોડીનારનો વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ છેલ્લા એક વર્ષથી પોતે રાજકોટમાં ભાડાનું મકાન રાખી પોતાની પત્ની અને બંને બાળકો સાથે રહેતો હતો. આરોપીએ પોલીસને કહ્યું હતું કે, પોતે ચૌલા પટેલ સાથે શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે તેણીના ઘરે પહોંચ્યો હતો. જોકે ચૌલા પટેલને શારીરિક સંબંધ બાંધવાનું કહેતા તેણીએ પ્રતિકાર કર્યો હતો. તેથી બંને વચ્ચે બોલાચાલી તેમજ ઝપાઝપી પણ થઈ હતી. જેના કારણે કાનજી દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ચૌલા પટેલના શરીર પર જુદી જુદી જગ્યાએ ઘા ઝીંકીને તેણીની હત્યા કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચૌલા પટેલ છેલ્લા 24 વર્ષથી અમદાવાદની કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ સિવિલ હોસ્પિટલ શાહીબાગ ખાતે નોકરી કરતી હતી. તેમજ ચાર મહિના પૂર્વે જ તેની બદલી સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાનજીની પત્ની પણ નાના મૌવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. તેમજ બનાવવાની રાત્રે આરોપીની પત્ની હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતી હતી જેથી આરોપી ઘરે એકલો હોવાથી ચૌલાબેન પટેલના ઘરે જઈ અને ઘટનાને અંજામ આપ્યો હતો.
હાલ તો યુનિવર્સિટી પોલીસ દ્વારા મૂળ અમદાવાદની વતની અને રાજકોટ ખાતે છેલ્લા ચાર મહિનાથી નર્સ તરીકે ફરજ બજાવનારી ચૌલા પટેલની હત્યા મામલે કાનજીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કાનજી જેલ હવાલે થતાં તેના પરિવારજનોએ પણ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે