Dance Video: ભાભીઓ કરતી હતી ડાન્સ, અચાનક યુવક કરવા લાગ્યો આવી હરકત, પછી જે થયું...હસીને બેવડા વળી જશો
Social Media Viral Video: આ વાયરલ વીડિયોમાં અનેક ભાભીઓ ડીજે પર ડાન્સ કરી રહી હોય છે અને અચાનક ત્યાં એક છોકરો આવી જાય છે ને વચ્ચે કૂદે છે. પછી જે નજારો જોવા મળે છે તે જોઈને તમે પણ હસી હસીને લોથપોથ થઈ જશો.
Trending Photos
આજકાલ સોશિયલ મીડિયા પર એકથી એક ચડિયાતા વીડિયો અજીબોગરીબ વીડિયો જોવા મળતા હોય છે. હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને લોકો હસી હસીને બેવડા વળી જાય છે. વીડિયો એક ડાન્સ વીડિયો છે. જેમાં કેટલીક ભાભીઓ ડીજે પર મસ્તીથી ડાન્સ કરે છે. ત્યારે એક ઉત્સાહી છોકરો અચાનક વચ્ચે આવીને ડાન્સ કરવા લાગે છે. શરૂઆતમાં તો બધુ સામાન્ય હોય છે પરંતુ ગણતરીની પળોમાં આ માહોલ બદલાઈ જાય છે. બધાએ મળીને તે છોકરાને પાઠ ભણાવવાનું શરૂ કરી દીધુ.
ભાભીઓના ડાન્સમાં વચ્ચે કૂદ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે મસ્તીથી ડાન્સ કરતી ભાભીઓને આ રીતે છોકરો વચ્ચે આવીને ડાન્સ કરે છે તે ગમતું નથી. તેઓ ડાન્સ કરતા કરતા જ ઈશારામાં એવો નિર્ણય લે છે કે આ છોકરાને પાઠ ભણાવવામાં આવે. ત્યારબાદ અચાનક એક પછી ભાભીઓ તે છોકરાને ચાલુ ડાન્સે લાત મારવાનું શરૂ કરી દે છે. છોકરો દરેક લાત ખાઈને નીચે પડે છે પરંતુ તેમને સમજમાં નથી આવતું કે આ શું થઈ રહ્યું છે. તે આમ તેમ જોઈને ચોંકી જાય છે અને કઈ સમજે તે પહેલા વધુ એક લાત તેને પાડી દે છે. આ દરમિયાન ભાભીઓ તો પોતાની મસ્તીમાં જ હોય છે. વચ્ચેવચ્ચે યુવકને લાત મારીને હસી મજાકનો માહોલ બનાવી દે છે.
આ ફની વીડિયોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ _noughty_nehu પર શેર કરાયો છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોનારાની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ છે. કમેન્ટમાં પણ લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. કોઈ લખે છે કે ભાભીઓ સાથે પંગો લેવો જોઈએ નહીં. કોઈ યૂઝર કહે છે કે છોકરો હવે જીવનભર આ ડાન્સ મૂવ યાદ રાખશે. જો કે મોટાભાગના લોકોનું એવું પણ માનવું છે કે આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે, પરંતુ આમ છતાં આ ફની અંદાઝ દર્શકોના મન જીતી રહ્યા છે.
(Disclaimer: આ એક વાયરલ વીડિયો છે, ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે