પશુપાલકોના વિરોધ સામે ઝુકી સાબર ડેરી, વાર્ષિક ભાવફેર પ્રતિ કિલો ફેટ મુજબ 995 ચૂકવવાની જાહેરાત
સતત પાંચ દિવસથી સાબર ડેરી સામે મેદાને પડેલા પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. સાબર ડેરીએ વાર્ષિક ભાવ ફેર પ્રતિ કિલો ફેટ 995 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે.
Trending Photos
સાબરકાંઠાઃ અરવલ્લી અને સારબકાંઠાના લાખો પશુપાલકો ભારફેરને લઈને સાબર ડેરી સામે છેલ્લા પાંચ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. પશુપાલકોના સતત વિરોધ બાદ સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર પ્રતિ કિલો ફેટ દીઠ 995 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. નિયામક મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા ડેરીએ પશુપાલકોને 960 રૂપિયા પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભારફેર ચૂકવ્યો હતો. હવે બાકીના 35 રૂપિયાનો તફાવસ ચૂકવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ભાવ ફેરના વિરોધમાં પશુપાલકો મેદાનમાં
બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોએ સતત પાંચમાં દિવસે સાબર ડેરી સામે વિરોધ કર્યો હતો. સાબર ડેરીએ પશુપાલકોની ભાવવધારાની માગણી ન સ્વીકાર્યા બાદ આ વિરોધ શરૂ થયો હતો. પશુપાલકોએ ટેન્કરોના વાલ્વ ખોલી રસ્તાઓ પર દૂધ ઢોળ્યું હતું. પશુપાલકોના વિરોધ વચ્ચે સાબર રેડીના નિયામક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં ચેરમેન, વાઈસ ચેરમેન અને સભ્યો હાજર થયા હતા.
પશુપાલકોના સતત વિરોધ બાદ સાબર ડેરીના નિયામક મંડળની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાવફેરના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ 995 રૂપિયા ભાવ ફેર પશુપાલકોને ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
23 જુલાઈએ આપની મહાપંચાયત
પશુપાલકોના વિરોધ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 23 જુલાઈએ અરવલ્લીના મોડાસા ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં હાજરી આપશે અને પશુપાલકોના ન્યાય માટે અવાજ ઉઠાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે