અનૈતિક સંબંધોનો કરૂણ અંજામ! લિવ ઈનમાં રહેતી પત્નીના પ્રેમીની પતિએ કરી હત્યા, ઘરમાં ખેલ્યો લોહિયાળ જંગ

Ahmdabad News: અમદાવાદમાં વધુ એક વખત લગ્નના સંબંધોમાં આડા સંબંધના કારણે હત્યા થઈ હોવાનો બનાવ સરખેજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. સરખેજ પોલીસે પત્નીના પ્રેમીની હત્યા કેસમાં આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

અનૈતિક સંબંધોનો કરૂણ અંજામ! લિવ ઈનમાં રહેતી પત્નીના પ્રેમીની પતિએ કરી હત્યા, ઘરમાં ખેલ્યો લોહિયાળ જંગ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા પોલીસ કામે લાગી ગઈ છે. કોઈ ફિલ્મી સ્ટોરીના પ્લોટની જેમ આ હત્યાની ઘટના અનેક આંટી ઘૂંટીઓ સાથે ઘેરાયેલી છે. આ ઘટનામાં એક પતિએ પોતાની પત્નીના પ્રેમીની છરી મારી હત્યા કરી નાખી છે. ગત મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ સરખેજ પોલીસને ઉજાગરો કરાવ્યો છે. હાલ સરખેજ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

હત્યાની ઘટના મામલે સરખેજ પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે દિલશાદ મેમણ નામની યુવતી સરફરાઝ રંગરેજ નામના વ્યક્તિ સાથે છેલ્લા સાત મહિનાથી લીવ ઇન રિલેશનશિપમાં પતિ પત્નીની જેમ રહેતા હતા. દિલસાદ મેમણે તેના પૂર્વ પતિ ઝાકિર સાથે છૂટાછેડા લીધા ન હતા. દરમિયાન ગઈકાલે 16મી જુલાઈના રાતના સમયે ઝાકિર એ સરફરાઝના ઘરે ગયો હતો. સરફરાજ રંગરેજને તેની પત્ની દિલસાદના અગાઉના પતિ ઝાકીર મેમણ સાથે બોલાચાલી ઝઘડો થતા ઝાકીર મેમણ દ્વારા સરફરાજને છરીનો ઘા મારી દેતા ઇજા થતા સરફરાજનું ઘટના સ્થળે મોત થયું હતું. 

આ ઘટના બાદ સરફરાજની બહેન શામસાદ એ દિલસાદ ને પૂછતાં તેણે જણાવ્યું હતું કે 16 જુલાઈ એ રાત્રે સાડા બારેક વાગે ઘરનો દરવાજો કોઇએ ખખડાવતા મે દરવાજો ખોલ્યો તો બહાર મારો અગાઉનો પતિ ઝાકીર રફીક મેમણ હાથમાં છરી લઈને ઉભો હતો તે મને બીભત્સ ગાળો બોલી ઝગડો કરી રહ્યો હતો ત્યારે પત્નીના મૃતક પ્રેમી સરફરાજ પણ જાગીને દરવાજા પર આવતા આ ઝાકીરે સરફરાજને ધક્કો મારતા તે નીચે પડી ગયો હતો. પછી ઝાકીરે સરફરાજને શરીરના જમણી બાજુના ભાગે છરીનો ઘા મારીને ઝાકીર ભાગી ગયો હતો. ત્યારે લોહી લુહાણ હાલતમાં સરફરાઝને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે મૃત્યુ પામ્યો હતો.

હાલ પોલીસે પતિ ઝાકીરે પત્નીના પ્રેમીની હત્યા કરી હોવાની ફરિયાદ બાદ પોલીસે ઝાકીર મેમણની ધરપકડ કરી છે વધુ તપાસ શરુ કરી છે જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પતિ ઝાકીર ની જાણ બહાર પ્રેમી સાથે રહેતી હોવાથી આ સમગ્ર હત્યાનો બનાવ બનવા પામ્યો છે ત્યાર આગળ ની તપાસ માં શું શું તથ્યો સામે આવે છે એ જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news