Bone Cancer: હાડકાનું કેન્સર ગંભીર સ્ટેજમાં પહોંચે ત્યારે દેખાય છે આ લક્ષણ, શરીરના આ ભાગમાં થાય અસહ્ય દુખાવો

Bone Cancer Symptoms: હાડકાનું કેન્સર દુર્લભ પણ ગંભીર સ્થિતિ છે. જેને સમય રહેતા ઓળખી સારવાર શરુ કરવી જરૂરી છે. જો કે મોટાભાગના કેસોમાં હાડકાના કેન્સરના લક્ષણોને સામાન્ય ગણી અવગણવામાં આવે છે. પરંતુ ધીરે ધીરે દુખાવો અસહ્ય થઈ જાય છે અને કેન્સર ગંભીર રુપ પણ લઈ શકે છે.
 

Bone Cancer: હાડકાનું કેન્સર ગંભીર સ્ટેજમાં પહોંચે ત્યારે દેખાય છે આ લક્ષણ, શરીરના આ ભાગમાં થાય અસહ્ય દુખાવો

Bone Cancer Symptoms:  હાડકાનું કેન્સર દુર્લભ અને ગંભીર રોગ છે. આ કેન્સરને સમય રહેતા ઓળખી લેવું જરૂરી છે. પરંતુ મોટાભાગના કેસમાં દર્દીને હાડકાના કેન્સરની ખબર પડે ત્યાં સુધીમાં મોડું થઈ જાય છે. કારણ કે હાડકામાં કેન્સર વધતું હોય ત્યારે જે લક્ષણો જોવા મળે તેને લોકો સામાન્ય સમજી અવગણે છે. પરંતુ ધીરેધીરે કેન્સર શરીરમાં વધે એટલે દુખાવો અસહ્ય અને સ્થિતિ ગંભીર થઈ જાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર હાડકાના કેન્સરના શરુઆતી લક્ષણોને ઓળખી તેનો ઈલાજ કરવામાં ન આવે તો આ કેન્સર શરીરના અન્ય અંગોમાં પણ ફેલાઈ શકે છે. 

હાડકાના કેન્સરના શરુઆતી લક્ષણો

હાડકામાં સતત દુખાવો થવો

હાડકાના કેન્સરમાં સૌથી સામાન્ય અને પહેલું લક્ષણ છે હાડકામાં સતત દુખાવો થવો. આ દુખાવો શરુઆતમાં કોઈ કામકાજ કરતી વખતે અનુભવાય છે પરંતુ સમય જતા દુખાવો શરીરમાં સતત રહે છે. ખાસ કરીને રાતના સમયે હાડકામાં દુખાવો વધી જાય છે. કેન્સરમાં દુખાવો શરીરના લાંબા હાડકા જેમકે સાથળ, પીંડી, ખભામાંથી શરુ થાય છે. જો કે આ દુખાવો શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. 

હાડકા નબળા પડી જવા

કેન્સર ગ્રસ્ત હાડકાની આસપાસ સોજો, રેડનેસ અને ગરમાવો અનુભવાય છે. હાડકાના કેન્સરમાં હાડકા નબળા પડી જાય છે. કોઈ ગંભીર ઈજા વિના પણ ફ્રેક્ચર થઈ શકે છે. જો બાળકને આ સમસ્યા થાય તો તેની હાઈટ વધવાનું બંધ થઈ જાય છે. 

વજન ઘટી જવું

હાડકાના કેન્સરમાં વ્યક્તિને અસામાન્ય થાક લાગે છે, અચાનક વજનમાં ઘટાડો થવા લાગે છે. દર્દીને તાવ રહે છે અને રાતના સમયે પરસેવો વળવા લાગે છે. આ લક્ષણો કોઈ સ્પષ્ટ કારણ વિના દેખાતા હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

અગાઉ કેન્સર થયું હોય તેમણે રહેવું સાવધાન

આ વાત સૌથી મહત્વની છે કે જે વ્યક્તિને પહેલા કોઈપણ કેન્સર થયું હોય તેમનામાં હાડકાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. કેન્સરની સારવાર લીધા પછી જો દર્દીને હાડકામાં દુખાવો, સોજો કે નવી કોઈ સમસ્યા શરીરમાં જણાય તો સમય વેડફ્યા વિના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

હાડકાને કેન્સરની તપાસ કેવી રીતે થાય ?

હાડકાને કેન્સરની ઓળખ એક્સ રે, એમઆરઆઈ, સીટી સ્કેન, બોન સ્કેન અને બાયોપ્સી જેવા ટેસ્ટ વડે કરવામાં આવે છે. જો શરુઆતમાં જ આ બીમારી પકડમાં આવી જાય તો સારવાર સફળ થઈ શકે છે. આ કેન્સરની સારવારમાં સર્જરી, કીમોથેરાપી, રેડિએશનનો સમાવેશ થાય છે. 

ડોક્ટરોના જણાવ્યાનુસાર શરીરમાં અસામાન્ય દુખાવો કે સોજો જણાય તો તેને ઈગ્નોર ન કરો. ખાસ કરીને શરીરના કોઈ હાડકામાં સતત દુખાવો રહેતો હોય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news