ગુજરાતના 34 કિલોમીટરના આ હાઈવે પર એક પણ ટ્રાફિક સિગ્નલ નહિ હોય, સડસડાટ દોડશે ગાડી

SG Highway : ગાંધીનગરના ચ-0 સર્કલથી સનાથલ સુધીના હાઈવે પર એક પણ સિગ્નલ નહીં હોય. ગુજરાતનો પ્રથમ ઝીરો ટ્રાફિક સિગ્નલવાળો રોડ બનશે 34 કિલોમીટરનો એસજી હાઈવે 

ગુજરાતના 34 કિલોમીટરના આ હાઈવે પર એક પણ ટ્રાફિક સિગ્નલ નહિ હોય, સડસડાટ દોડશે ગાડી

Ahmedabad To Gandhinagar : અમદાવાદમાં ઓલિમ્પિક રમાવાનું છે, એટલે આ શહેરની કાયાપલટ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદ પાસે એક એવો હાઈવે તૈયાર થઈ રહ્યો છે, જેમાં 34 કિલોમીટર સુધીના હાઈવે પર એક પણ ટ્રાફિક સિગ્નલ નહિ હોય. સિગ્નલ વગર આખો હાઈવે માત્ર 30 મિનિટમાં તમને પાર કરી દેશે. 

અમદાવાદમાં સૌથી વ્યસ્ત હાઈવે એટલે એસજી હાઈવે. આ હાઈવે અમદાવાદ ગાંધીનગરને જોડે છે. ત્યારે એસજી હાઈવે ગુજરાતનો પ્રથમ સિગ્નલ ફ્રી હાઈવે બનવા જઈ રહ્યો છે. એકવાર જો તમે આ હાઈવે પર ચઢ્યા તો સડસડાટ 34 કિલોમીટર વગર કોઈ વિધ્ને પાર કરી દેશો. ગાંધીનગરથી સનાથલ ચોકડી સુધી સડસડાટ કોઈ અવરોધ વિના પહોંચી જશો. 

આમાટે 850 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો 
એસજી હાઈવે માટે નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે મુજબ આ હાઈવેની કાયાપલટ થઈ જશે. હાલ આ હાઈવે પર ટ્રાફિક જામ થવાની સમસ્યા છે, જેને કારણે રોજ લાખો વાહનો અટવાઈ પડે છે. પરંતુ આ પ્રોજેક્ટ અમલમાં મૂકાયા બાદ આવું નહિ થાય. આ આખો હાઈવે સિગ્નલ ફ્રી બની જશે. ટ્રાફિક ફ્રી બનાવવા માટે તેના પર કુલ 26 સિગ્નલ ફ્લાય ઓવર બનાવાશે. 

શું શું ખાસ હશે

  • ટ્રાફિક ફ્રી કરવા હાઈવે પર કુલ 26 સિગ્નલ પર ફ્લાયઓવર હશે
  • કર્ણાવતી ક્લબ, પ્રહ્લાદ નગર, વાયએમસીએને જોડતો એલિવેટેડ કોરિડોર તૈયાર કરાશે
  • નર્મદા કેનાલને ક્રોસ કરતા રોડને પહોળો કરીને 4 માર્ગીય તૈયાર કરાશે
  • હાઇવેને આગળ પણ સિગ્નલ ફ્રી કરવા ચિલોડા પાસે સાબરમતી બ્રિજ પર ફોર લેન રોડ તૈયાર કરાશે
  • સનાથલમાં કેબલ બ્રિજ પર પણ ઊભા રહેવાની જરૂર રહેશે નહીં

પેટ્રોલની બચત
આ પ્રોજેક્ટ તમારા પેટ્રોલની બચત કરશે. એકવાર જો તમારી ગાડી સડસડાટ નીકળી તો છેક સુધી પહોંચી જશે. તમારી ગાડી ક્યાંય વચ્ચે નહિ રોકાય. જેને કારણે તમારા ગાડીમાં પેટ્રોલની બચત થશે, અને તમારું બજેટ પણ ઘટી જશે. સાથે જ રોજ અમદાવાદથી ગાંધીનગર મુસાફરી કરતા લોકો માટે આ મુસાફરી આરામદાયક બની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news