મંદીમાં ધકેલાયેલા રત્ન કલાકારના પરિવારની વેદના : સ્કૂલમાં ફી ન ભરતા દીકરાને ક્લાસમાં ઉભો કર્યો તો બાપનું કાળજું ચિરાઈ ગયું
Ratna Kalakar Family : હીરાની મંદી મારી નાંખશે... મંદીને કારણે રત્ન કલાકારો બેરોજગાર બન્યા... ઘરમાં ખાવાપીવાના પણ ફાંફાં... પરિવારોએ પોતાની કફોડી સ્થિતિનું વર્ણન કર્યું... સાંભળીને આંખ ભરાઈ આવે તેવી દરુણ સ્થિતિ
Trending Photos
Recession In Diamond Industry પ્રશાંત ઢીવરે/સુરત : સુરતનું હીરા ઉદ્યોગ હાલ મંદીમાં સપડાયું છે. રત્ન કલાકારો આર્થિક સહાયની માગ સાથે રસ્તા ઉપર છે. ત્યારે આ મંદીના કારણે રત્ન કલાકારોની સ્થિતિ કેવી છે તે જાણવા માટે અમે પહોંચ્યા ખુદ રત્નકલાકારના ઘરે, મંદીમાં સપડાયેલા રત્નકલાકારની સ્થિતિ જોઈ તો ખુબ જ દયનીય હતી. ત્યારે તમે પણ જુઓ, મંદીમાં સપડાયેલો રત્નકલાકાર કેવી પરિસ્થિતિમાં કાપી રહ્યો છે પોતાનું જીવન, આ અહેવાલમાં.
- રત્ન કલાકારો પર મંદીનું ગ્રહણ
- ઘર ચલાવવામાં પણ ફાંફા
- બાળકોની ફીના પણ નથી પૈસા
- હીરાની મંદીએ મારી નાંખ્યા
આ વેદના છે સુરતના રત્નકલાકાર વિનુભાઈ પરમારની. સુરતના કાપોદ્રામાં આવેલી સત્યનારાયણ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વિનુભાઈના પરિવાર પર શનિની સાડા સાતી નહીં પરંતુ મંદીનું ગ્રહણ લાગ્યું છે. પતરાના છાપરાવાળી એક ઓરડીમાં રહેતા આ રત્ન કલાકારની આર્થિક સ્થિતિ દયનીય બની ગઈ છે. એક સમયે 25થી 30 હજારની કમાણી કરતા વિનુભાઈને આજે મહિને 10 હજારનો પણ પગાર નથી મળી રહ્યો.
દીકરાઓની વ્યથા
ફીના કારણે આખા ક્લાસ વચ્ચે ઉભા કરે - શિવમ પરમાર, વિનુભાઈનો મોટો પુત્ર
'અમારી પાસે રમવાના રમકડાં પણ નથી - ધ્રુવ પરમાર, વિનુભાઈનો નાનો પુત્ર
મંદીના ગ્રહણમાં ફસાયેલા લાખો રત્નકલાકારોની આવી જ સ્થિતિ છે. તેઓ મોજશોખનું જીવન તો ઠીક સામાન્ય જીવન પણ જીવી નથી શકતા. આંખમાં આસું સાથે વાત કરતા આ છે રંજનબેન પરમાર. તેમના પતિ મંદીમાં મહેનત કરીને પૈસા કમાઈ રહ્યા છે ત્યારે રંજનબેન પણ કપરી સ્થિતિમાં પરિવારને સંભાળી રહ્યા છે. ભલે એક રૂમની ઓરડીવાળુનું ઘર હોય, ભલે આકરા તાપમાં છાપરાવાળા ઘરમાં નીચે જીવવું પડે, દરેક સ્થિતિનો સામનો તેઓ કરી રહ્યા છે. પરંતુ આવી સ્થિતિમાં તેઓ જ વધારે બીમાર પડી રહ્યા છે. બસ એજ વાતનો રંજનબેનને વસવસો છે.
- મંદીના ગ્રહણમાં પરિવાર
- રડતી આંખો
- છાપરાવાળું ઘર
- એક રૂમની ઓરડી
- ભગવાન ભરોસે પરિવાર
- લાચાર પિતાની વેદના
મંદીના ગ્રહણમાં સપડાયેલા વિનુભાઈના ઘરમાં નથી ટીવી, નથી ફ્રિજ કે નથી કોઈ બાઈક. સંબંધીઓના નજીકમાં રહેતા હોય તો ચાલીને જતાં રહે, પરંતુ દૂર રહેતા હોય તો બસ ભાડાના પૈસા કાઢી શકતા નથી. જેવી સ્થિતિ ઘરમાં માતા-પિતાની છે, તેવી જ સ્થિતિ દીકરાઓની શાળામાં છે. કેમ કે વિનુભાઈ પાસે પૈસા ન હોવાથી તેઓ બાળકોની ફી સમયસર ભરી નથી શકતા. જેથી બાળકોને પણ શાળામાં શિક્ષકોનો વારંવાર ઠપકો સાંભળવો પડે છે.
જ્યારે બાળકો ઘરે આવીને કહે કે સ્કૂલમાં ફીના કારણે બધાની વચ્ચે ઉભા કર્યા, ત્યારે આ બાપનું કાળજુ ચિરાય જાય છે. પરંતુ મંદીના ભરડામાં સપડાયેલો લાચાર બાપ માત્ર આસું સારીને જ ચૂપ થઈ જાય છે. આ તો અમે એક પરિવાર દેખાડ્યો, પરંતુ મંદીના મારમાં અનેક પરિવારો સપડાયા છે. જેઓ મંદીનું ગ્રહણ જલદી હટી જશે, તે જ આશામાં દિવસો કાપી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે