ગુજરાતના બાબા વેંગા બન્યા અંબાલાલ પટેલ, દેશદુનિયામાં મોટી ઉથલપાથલની કરી આગાહી

Ambalal Ni Agahi : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની સાથે આગામી સમયમાં દેશદુનિયા પર કેવી કેવી આફતો આવી શકે છે તેની પણ ભવિષ્યવાણી કરી છે 

ગુજરાતના બાબા વેંગા બન્યા અંબાલાલ પટેલ, દેશદુનિયામાં મોટી ઉથલપાથલની કરી આગાહી

Ambalal Patel Prediction : વર્ષ 2025 નું અડધુ પૂરું થઈ ગયું છે. ત્યારે હવે બાકીના છ મહિનામાં દેશ દુનિયામાં મોટી ઉથલપાથલ થવાની છે. આવામાં ગુજરાતના બાબા વેંગા કહેવાતા અંબાલાલ પટેલની ભયાનક મોટી ભવિષ્યવાણી આવી ગઈ છે. 

ચોમાસા માટે ભવિષ્યવાણી 
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી કહે છે કે, ગુજરાતમાં ચોમાસું રાબેતા મુજબનું રહેશે. જોકે ૧૨ તારીખથી ચોમાસાની શરૂઆત ગુજરાતમાં રહેશે એ પહેલા ગુજરાતીઓએ ૩૪ થી ૪૧ ડિગ્રી તાપમાન સહન કરવાનો વખત આવશે. અનેક પ્રકારની સિસ્ટમ ઊભી થઈ રહી છે તેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. 

ગુજરાતનું મંત્રીમંડળ ક્યારે બદલાશે
ગુજરાતનું મંત્રીમંડળ બદલાશે તેવી લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતું અંબાલાલ પટેલે તેની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ઓગસ્ટ મહિનામાં ફેરફારની શક્યતા હોવાનું ગ્રહો સૂચવી રહ્યા છે. 

દુનિયાના દેશોમાં મોટી ઉથલપાથલ થશે
અંબાલાલ પટેલની ભવિષ્યવાણી એવી છે કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમેરિકાની મુશ્કેલી વધી શકે છે. ન ધારેલા પરિણામો આવી શકે છે. આ ઉપરાંત યુરોપ, રશિયા અને યુક્રેનની પણ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાશે. મુસ્લિમ રાષ્ટ્રો એક થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. ભારતમાં જમ્મુ કાશ્મીરનો પર્યટન ઉદ્યોગ ફરી પાછો ધમધમી ઉઠશે. પરંતું પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર ખાસ તકેદારી રાખવી પડશે. દરિયાઈ સીમામાંથી પણ સાવચેતી રાખવી પડશે.

તેમણે આગળ કહ્યું કે, બાંગ્લાદેશ, ચીનના ભારત સાથે જોડાયેલા ભાગો પૂર્વ ભારતના ભાગો અને ઉત્તર ભારતના ભાગો, ત્યાં પણ સાવચેતી રાખવાની જરૂરી છે. 7 જૂનથી 28 જુલાઈ સુધી પ્રથમ સોપાન બીજું સોપાન ત્યાર પછી શરૂ થશે તે દરમિયાન અશાંતિ જેવી સ્થિતિ સર્જાશે. નેતાઓએ પણ સાવધ રહેવું જરૂરી છે. આગ, અકસ્માત, બોમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓ દુનિયા તેમજ દેશના કોઈ ભાગમાં થઈ શકે છે. આતંકવાદી પ્રવૃત્તિઓ જળ ભારતીય સમાપ્ત કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news