આ ખેડૂતોનું થશે સન્માન, આપવામાં આવશે 1 લાખનો રોકડ પુરસ્કાર, જાણો વિગત
ગુજરાતમાં અનેક ખેડૂતો એવા છે જેણે પોતાની આગવી કોઠાસુઝથી ખેતી કરી મોટી સફળતા મેળવી છે. આવા ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતોનું હવે સરકાર દ્વારા સન્માન કરવામાં આવશે.
Trending Photos
ગાંધીનગરઃ રાજયમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. 1 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે એમ ખેતી નિયામાકની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલ ખેડૂતોએ આ યોજના નો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના વિષે વધુ જાણકારી મેળવવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા અનુરોધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે