Jayesh Radadiya: હાર બાદ જયેશ રાદડિયાનો ખેલ થઈ ગયો! હવે મંત્રીપદ જોખમમાં, આ એક ભૂલ ભારે પડી ગઈ...
Visavdar Byelection Results: સૌરાષ્ટ્રના મોટાગજાના નેતા અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનો ભાજપે જ ખેલ પાડયો છે. છેલ્લાં 18 વર્ષથી ભાજપ વિસાવદર બેઠક જીતી શક્યુ નથી ત્યારે રાદડિયાને પ્રભારી બનાવી દીધા હતાં. હવે જયારે ભાજપે વિસાવદર બેઠક ગુમાવી છે. હવે રાદડિયા પર જ હારનું ઠીકરું ફોડાયુ છે. આ જોતાં આગામી દિવસો મંત્રીમંડળનુ વિસ્તરણ થવાનું છે ત્યારે રાદડિયાનું મંત્રીપદ જોખમમાં મૂકાયું છે.
Trending Photos
Gujarat Election Results: ગુજરાતની બહુચર્ચિત એવી વિસાવદરની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે, જેમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની હાર થઈ છે. ગોપાલ ઇટાલિયાએ તેમને 17 હજાર કરતાં વધુ મતોથી હરાવી દીધા છે. મોટી વાત તો એ છે કે આ બેઠક પર વિસાવદરમાં હજી પણ ભાજપને વનવાસનો સામનો કરવો પડશે. આ હારની સાથે રાદડિયાના માથે વિસાવદરની હારનું ઠીકરું ફોડાયું છે. ભાજપે જયેશ રાદડિયાનો ખેલ તો પાડી દીધો, તેની સાથે હવે મંત્રીપદ જોખમમાં મૂકાઈ ગયું છે. વિસાવદરની ચૂંટણી હારતાં જ સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ મુદ્દે ભાજપ સાથે શિંગડા ભેરવનારાં રાદડિયા હવે ભરાઈ પડયાં છે.
હવે હારનું ઠીકરું રાદડિયાના માથે ફોડી ભાજપ મેન્ડેટ વોરનો બદલો લેશે!
ભાજપની વિસાવદરમાં હાર થઈ છે ત્યારે ભાજપને ભાવતુ ભોજન મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. જયેશ રાદડિયા વિસાવદરમાં ભાજપને જીતાડી શક્યા નથી તે વાત સાબિત થઈ છે ત્યારે ભાજપ ખુદ તેમને હાર માટે કારણભૂત ગણી રહ્યું છે. હવે હારનું ઠીકરું રાદડિયાના માથે ફોડી ભાજપ મેન્ડેટ વોરનો બદલો લેશે.
રાદડિયાને ભાજપે વિસાવદરને પેટાચૂંટણીમાં બરોબરને ભેરવી દીધા
તાજેતરની જ વાત લઈ લો.. જયેશ રાદડિયા સહકારી સંસ્થામાં મેન્ટેડ આપ્યો ન હોવા છતાંય ભાજપ સામે શિંગડા ભેરવીને પાર્ટીના જ ઉમેદવાર બિપીન ગોતાને હરાવ્યાં હતાં. તે વખતે મેન્ડેટ વોર જામ્યો હતો. જયેશ રાદડિયાની સહકારી સંસ્થાઓમાં પક્કડ હોવાથી ભાજપની નેતાગીરીએ ચૂપ રહેવાનુ મુનાસીબ માન્યુ હતું. હવે આ જ રાદડિયાને ભાજપે વિસાવદરને પેટાચૂંટણીમાં બરોબરને ભેરવી દીધા હતાં. પાટીલે આ બેઠક પર રાદડિયાને પ્રભારી બનાવીને ઇટાલિયા સામે મેદાને ઉતાર્યા હતાં. ભાજપને ખબર હતી કે વિસાવદર જીતવું પડકાર સમાન છે. આ બેઠક પર મતદારો ભાજપને સ્વિકારવા રાજી નથી. તેમ છતાંય રાદડિયાને જવાબદારી સોંપાઈ હતી.
રાદડિયાનાની મહેનત પર પાણી ફરી વળ્યું!
મહત્વનું છે કે વિસાવદરની બેઠક હમેંશા ચર્ચામાં રહી છે. વિસાવદર બેઠક ભાજપને જીતાડવાની જવાબદારી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી. પરંતુ રાદડિયાનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તો અનેક વખત જાહેરસભામાં કહ્યું પણ હતું કે મને જીતાડો તો રાદડિયા મંત્રી બનશે. પરંતુ આ વાત તમામ પોકળ સાબિત થઈ છે. વિસાવદર ભાજપ જીતે તો જયેશ રાદડિયાનું મંત્રીપદ પાક્કું હોવાનું ચર્ચા હતી. પરંતુ હવે તો ગોપાલ ઈટાલિયાએ બાજી મારી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે