Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધે ત્યારે આ અંગમાં રહે દુખાવો, જાણો બેડ કોલેસ્ટ્રોલનો આયુર્વેદિક ઈલાજ
Ayurvedic Remedy for Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય ત્યારે ફક્ત છાતીમાં જ નહીં શરીરના આ અંગમાં પણ ભારેપણું અનુભવાય છે. આ લક્ષણો દેખાતા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી આ આયુર્વેદિક ઉપાય શરુ કરી શકાય છે.
Trending Photos
Ayurvedic Remedy for Bad Cholesterol: ખાવા પીવાની વસ્તુઓમાં જે રીતે ભેળસેળ થાય છે તેના કારણે અને લોકોની ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે કેટલીક બીમારીઓ સામાન્ય થઈ ગઈ છે. એમાં હૃદય સંબંધિત સમસ્યાઓ સૌથી વધુ જોવા મળે છે. હાર્ટ એટેકનો પણ આવી બીમારીમાં જ સમાવેશ થાય છે. લોકોને હાર્ટ એટેક આવે ત્યાં સુધી ખબર જ નથી હોતી કે તેમનું હૃદય ધીરે ધીરે બગડી રહ્યું છે અને અચાનક જ હાર્ટ એટેકથી ઝટકો લાગે છે.
હાર્ટ એટેકનું કારણ વધેલું બેડ કોલેસ્ટ્રોલ હોઈ શકે છે. ઘણા લોકોને એ વાતની પણ ખબર હોતી નથી કે તેમના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ નું લેવલ વધી રહ્યું છે. કારણકે બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય ત્યારે દેખાતા લક્ષણોને લોકો ધ્યાનમાં લેતા નથી. આજે તમને બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય ત્યારે દેખાતા લક્ષણો વિશે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાના આયુર્વેદિક ઈલાજ વિશે જાણીએ.
અત્યંત ખતરનાક હોય LDL કોલેસ્ટ્રોલ
જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ એટલે કે LDL કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે તો તે આર્ટરીમાં જામી જાય છે. જેના કારણે આર્ટરી ધીરે ધીરે પાતળી થવા લાગે છે અને બ્લડ ફ્લો યોગ્ય રીતે થતું નથી. આ સમયે જો બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ ન થાય અને તે વધતું રહે તો તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. સામાન્ય રીતે બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય ત્યારે આવા લક્ષણો શરીરમાં જોવા મળે છે.
બેડ કોલેસ્ટ્રોલ વધતું હોવાના લક્ષણો
- બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધતું હોય ત્યારે છાતીમાં દુખાવો અને ભારે પણ અનુભવાય છે.
- વોક કરતી વખતે કે દાદર ચઢતી વખતે થાક લાગવા લાગે.
- ઘણા લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય ત્યારે શ્વાસ લગાતાર ફૂલે છે. આ લક્ષણ ત્યારે જોવા મળે છે જ્યારે હૃદય સુધી ઓક્સિજન બરાબર પહોંચતું ન હોય.
- બેડ કોલેસ્ટ્રોલ વધે તો પગમાં પણ દુખાવો થાય છે ઘણા લોકોને પગ વારંવાર સુન્ન થઈ જાય છે. તેનું કારણ હોય છે કે પગની નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જામી જાય છે.
- ઘણા લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધે તો ચક્કર આવવા અને માથાના દુખાવાની સમસ્યા પણ રહે છે. જો વારંવાર માથું દુખતું હોય તો ડોક્ટરને દેખાડવું જરૂરી છે.
- કેટલાક દર્દીને બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય ત્યારે વધારે પ્રમાણમાં પરસેવો વળે છે.
બેડ કોલેસ્ટ્રોલનો આયુર્વેદિક ઈલાજ
આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા ડાયટમાં સુધારો કરીને અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ પસંદ કરીને દૂર કરી શકાય છે. યોગ્ય સમયે જો જરૂરી પગલાં લેવામાં આવે તો બેડ કોલેસ્ટ્રોલ મોટી સમસ્યા નથી, તેને આયુર્વેદની મદદથી ઠીક કરી શકાય છે. તેના માટે આમળાનું જ્યુસ નિયમિત લેવાથી ફાયદો થઈ શકે છે. સાથે જ વ્યક્તિએ નાળિયેર પાણી પણ પીવું જોઈએ.
અખરોટ ખાવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે કારણ કે તેમાં ઓમેગા 3 ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે તે બેડ કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે. આ ઉપચાર કર્યાની સાથે બેડ કોલેસ્ટ્રોલ માટે ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે