Health Tips: કાળઝાળ ગરમીમાં સેફ રહેવા કરો આ કામ, હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનથી પણ બચી જશો

Summer Health Care Tips: ગરમી દિવસેને દિવસે વધતી જાય છે. અંગદઝાડતી ગરમીમાં સ્વસ્થ રહેવું હોય તો શું કરવું આજે તમને જણાવીએ. બસ આ વાતોનું ધ્યાન રાખી લેશો તો ઉનાળામાં તમે સેફ અને હેલ્ધી રહેશો.
 

Health Tips: કાળઝાળ ગરમીમાં સેફ રહેવા કરો આ કામ, હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનથી પણ બચી જશો

Summer Health Care Tips: દેશના મોટાભાગના રાજ્યોમાં ભયંકર ગરમી પડવા લાગી છે. કેટલાક શહેરોમાં તો ગરમી ચરમસીમાએ છે. આ સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ગરમીના દિવસોમાં હીટ સ્ટ્રોક અને ડીહાઇડ્રેશનનું જોખમ સૌથી મોટું હોય છે. જો આ બે સમસ્યામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે. હિટ સ્ટ્રોક ત્યારે આવે છે જ્યારે શરીરનું ટેમ્પરેચર અચાનક વધી જાય અને પરસેવો બંધ થઈ જાય. હિટ સ્ટ્રોક માં શરીર પોતાને ઠંડું રાખી શકતું નથી. 

હિટ સ્ટ્રોક અને ડીહાઈડ્રેશનના લક્ષણ 

હિટ સ્ટ્રોકના લક્ષણમાં તીવ્ર માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉલ્ટી થવી, નબળાઈ આવવી, બેભાન અવસ્થાનો સમાવેશ થાય છે. હિટ સ્ટ્રોકની સાથે ડીહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઉણપ પણ ઉનાળામાં થતી સમસ્યા છે. ડિહાઇડ્રેશનમાં પણ થાક લાગે છે નબળાઈ આવી જાય છે અને ચક્કર આવતા હોય છે. 

હીટ વેવમાં સેફ અને હેલ્ધી રહેવા શું કરવું ?

ગરમીના આ સમયમાં પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે. રોજ ઓછામાં ઓછું ત્રણથી ચાર લીટર પાણી પીવું. આ સિવાય દિવસ દરમિયાન નાળિયેર પાણી, લીંબુ પાણી, છાશ અને તાજા ફળનો રસ પીવો. આહારમાં તેલ મસાલાવાળી વસ્તુઓ ન ખાવી. સાથે જ પાણીવાળા ફળ એટલે કે તરબૂચ, જાંબુ, પપૈયું, કાકડી, શક્કરટેટી વગેરેનો સમાવેશ ડાયટમાં કરવો. આવા ફળ ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને તેને ખાવાથી શરીરને ઠંડક પણ મળે છે.

ખાવા પીવાની આદતમાં ફેરફારની સાથે લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર કરવો. જેમકે ગરમીના સમયમાં બપોરના સમયે કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું. ખાસ કરીને બપોરે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી તડકામાં નીકળવાથી બચવું. ગરમીના દિવસોમાં ટાઈટ કપડાં પહેરવાને બદલે ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ઘરની બહાર નીકળો ત્યારે સન સ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ જેથી તડકાના કારણે ત્વચા ડેમેજ ન થાય. ઉનાળા દરમિયાન વધારે પડતી ફિઝિકલ એક્ટિવિટી કરવાનું પણ ટાળવું. 

હિટ સ્ટ્રોકના લક્ષણ અનુભવાય તો શું કરવું ?

ઉપર જણાવેલી બાબતોનું ધ્યાન રાખ્યા પછી પણ જો હીટ સ્ટ્રોકના કે ડીહાઇડ્રેશનના લક્ષણ જણાય તો તુરંત જ એવી જગ્યાએ બેસી જવું જ્યાં ઠંડક હોય અને હવા આવતી હોય. સાથે જ શરીરને તુરંત જ ઠંડક મળે તેવા પ્રયત્ન કરવા અને ડોક્ટરનો સંપર્ક કરવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news