Mohini Ekadashi 2025: 7 કે 8 મે ? કઈ તારીખે રાખવું મોહિની એકાદશીનું વ્રત, જાણો પૂજા વિધિ અને વિશેષ ઉપાયો
Mohini Ekadashi 2025 Date: વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે મોહિની એકાદશીનું વ્રત કઈ તારીખે રાખવું તેને લઈ તમને પણ કંફ્યુઝન હોય તો ચાલો તમને સાચી તારીખ અને મુહૂર્ત વિશે જણાવીએ.
Trending Photos
Mohini Ekadashi 2025 Date: સનાતન ધર્મમાં પ્રત્યેક એકાદશીનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ છે. એકાદશીની તિથિ એક મહિનામાં બે વખત આવે છે. આ તિથિને લઈને માન્યતા છે કે આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે તો જીવનમાં સહકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર વૈશાખ માસની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વિશેષ મહત્વ છે. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે મોહિની એકાદશી કઈ તારીખે ઉજવાશે અને આ દિવસે કઈ વિધિથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી.
મોહિની એકાદશીની તારીખ
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવાય છે. હિંદુ પંચાંગ અનુસાર આ વખતે એકાદશીની તિથિની શરૂઆત સાતમે સવારે 10.19 મિનિટે થશે. અને એકાદશીની સમાપ્તિ 8 મે ના રોજ બપોરે 12.29 મિનિટ થશે. ઉદયા તિથિ અનુસાર આ વર્ષે મોહિની એકાદશી 8 મેના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે જ એકાદશીનું વ્રત કરવાનું રહેશે.
મોહિની એકાદશીની પૂજા વિધિ
મોહિની એકાદશીના દિવસે સવારે સ્નાન કરી પીળાં વસ્ત્ર ધારણ કરો. ત્યાર પછી ભગવાન વિષ્ણુની વિધિ વિધાથી પૂજા કરો. પૂજા દરમિયાન ભગવાનને પીળા ફુલ અને ફળ અર્પણ કરો. પૂજા પછી ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો. છેલ્લે આરતી કરી અને પ્રસાદનું વિતરણ કરો.
મોહિની એકાદશીનો મહાઉપાય
મોહિની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરવા. ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવી. એકાદશીના દિવસે તુલસીના સ્થાનને સ્વચ્છ રાખો અને ત્યાં દીવો કરો. સાથે જ તુલસીને લાલ રંગની ચુંદડી અર્પણ કરો. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે તુલસીની વિશેષ પૂજા કરવી જોઈએ. તુલસીની પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરવો કે તેના પાન પણ તોડવા નહીં. એક દિવસ અગાઉ તુલસીના પાન તોડીને રાખી દેવા અને એકાદશીની પૂજામાં આ પાનનો ઉપયોગ કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે