હાર્ટ એટેકનો ખતરો વધારી શકે છે ખાવાની આ વસ્તુ, જો તમે પણ સેવન કરો છો તો સાવધાન થઈ જજો
ખાવા-પીવાની કેટલીક વસ્તુ આપણા હાર્ટના સ્વાસ્થ્યને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. હાર્ટને મજબૂત બનાવી રાખવા માટે તમારે ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Trending Photos
Health News: ખરાબ જીવનશૈલી, જરૂરિયાતથી વધુ ચિંતા અને અનહેલ્ધી ડાયટ પ્લાનને કારણે હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યાં છે. યુવાન લોકો પણ હાર્ટ એટેકને કારણે મોતનો શિકાર બની રહ્યાં છે. જો તમે પણ આ ગંભીર અને જીવલેણ બીમારીને ઝપેટમાં આવવાથી બચવા ઈચ્છો છો તો તમારે તમારા ડાયટ પ્લાનમાંથી કેટલીક અનહેલ્ધી વસ્તુ બહાર કરી દેવી જોઈએ, બાકી લેવાના દેવા પડી શકે છે.
પ્રોસેસ્ડ મીટ અને રેડ મીટ
જરૂરિયાત કરતા વધુ પ્રોસેસ્ડ મીટ અને રેડ મીટ તમારી હાર્ટ હેલ્થ માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. જો તમે તમારી હાર્ટ હેલ્થને મજબૂત બનાવી રાખવા ઈચ્છો છો અને હાર્ટ એટેકના ખતરાને ઘટાડવા ઈચ્છો છો તો તમારે પ્રોસેસ્ડ મીટ અને રેડ મીટ ખાવાથી દૂર રહેવું જોઈએ.
નમક અને ખાંડનું સેવન
શું તમે પણ જરૂરિયાત કરતા વધુ નમક કે ખાંડનું સેવન કરો છો? ખાવા-પીવાની કોઈ વસ્તુનો અતિસય ઉપયોગ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છો. જો તમે હાર્ટ સાથે જોડાયેલી ખતરનાક બીમારીઓથી બચવા ઈચ્છો છો તો તમારે વધુ પડતા નમક અને ખાડનું સેવન બંધ કરી દેવું જોઈએ. આ સિવાય તમારી હાર્ટ હેલ્થને મજબૂત રાખવા માટે ફાસ્ટ ફૂડ્સના સેવન પર પણ કંટ્રોલ કરવો જોઈએ.
બ્રેડ અને પાસ્તા ખાવાથી બચવું જોઈે
શું તમે દરરોજ બ્રેકફાસ્ટમાં બ્રેડ અને બટરનું સેવન કરો છો? જો હાં, તો તમને જણાવી દઈએ કે બ્રેડ અને બટર, બંનેમાં રહેલા તત્વો તમારા હાર્ટના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સિવાય પાસ્તા જેવી વસ્તુ પણ હાર્ટના સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે.
ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલમાં જણાવવામાં આવેલી ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પ્રકારનો ફિટનેસ પ્રોગ્રામ કે ડાયટમાં કોઈ ફેરફાર અથવા કોઈ બીમારી સંબંધિત ઉપાય અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. ઝી 24 કલાક કોઈપણ દાવાની પ્રામાણિકતાની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે