Healthy Breakfast: સવારે નાસ્તામાં દૂધમાં પલાળેલી વાસી રોટલી ખાવાથી થતા લાભ વિશે જાણો
Stale Roti and Milk Breakfast: રાત્રે બનાવેલી રોટલીને સવારે નાસ્તામાં દૂધ સાથે ખાવાથી શરીરને લાભ થઈ શકે છે. સવારે ખાલી પેટ દૂધ રોટલીનો નાસ્તો ખાવાથી શરીર પર કેવી અસર થાય છે જાણો.
Trending Photos
Stale Roti and Milk Breakfast: દાદી-નાનીના સમયમાં સવારે કોઈ ફેન્સી કે ચટાકેદાર વસ્તુઓ નાસ્તામાં મળતી નહીં. તેઓ તો રોટલા કે રોટલી સાથે દૂધ સવારે ખાલી પેટ ખાતા. આજે પણ ઘણા વડીલો દૂધ રોટલી કે દૂધ રોટલો ખાતા હશે. સવારે નાસ્તામાં દૂધ રોટલી ખાવાનું મુખ્ય કારણ એ હતું કે તેનાથી શરીરને ફાયદા થતા. હેલ્થ એક્સપર્ટ પણ જણાવે છે કે ઠંડી રોટલી દૂધમાં પલાળીને ખાવાથી શરીરને લાભ થાય છે.
રાત્રે બનાવેલી રોટલી સવારે વાસી ગણીને ફેંકવી જોઈએ નહીં. આ રોટલી શરીર માટે લાભકારી હોય છે. ખાસ કરીને સવારે નાસ્તામાં વાસી રોટલી દૂધ સાથે ખાવાથી લાભ વધારે થાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર વાસી રોટલીમાં કુદરતી રીતે રેઝિસ્ટેંટ સ્ટાર્ચ હોય છે જે એવા લોકો માટે સારું છે જેમનું પાચન ખરાબ રહેતું હોય તે જેમને ડાયાબિટીસ હોય છે.
વાસી રોટલી કેવી રીતે લાભ કરે ?
ડોક્ટરોનું કહેવું હોય છે કે રેઝિસ્ટેંટ સ્ટાર્ચ ધીરે ધીરે પચે છે અને તે આંતરડાનું સ્વાસ્થ્ય સુધારી કબજિયાતથી રાહત આપવામાં મદદ કરે છે. જે લોકોને સવારે પેટ સાફ ન આવતું હોય તેમણે રોટલીના ટુકડા કરી તેને એક બાઉલ હુંફાળા દૂધમાં પલાળી દેવા જોઈએ. 5 મિનિટ પછી આ રોટલીને ખાવી.
રેઝિસ્ટેંટ સ્ટાર્ચનો બીજો ફાયદો એ પણ છે કે તેનાથી બ્લડ શુગર કંટ્રોલ રહી શકે છે. જે ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે.
સવારે વાસી રોટલી અને દૂધ ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. તેના કારણે વારંવાર ભુખ નથી લાગતી અને ઓવરઈટિંગ નથી થતું.
આ વાત હંમેશા રાખો યાદ
જે લોકો લેક્ટોઝ ઈન્ટોલરેંટ હોય કે પછી ઘઉંથી એલર્જી હોય તેમણે દૂધ રોટલી ખાવાનું ટાળવું અથવા ડોક્ટરની સલાહ લીધા પછી ખાવાની શરુઆત કરવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે