AAP MLA Umesh Makwana Resigns: આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો બોમ્બ ફોડ્યો, કહ્યું- હું પાર્ટીના દરેક પદ પરથી.....
Botad MLA Umesh Makwana: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
Trending Photos
ગાંધીનગરઃ વિસાવદર પેટાચૂંટણી જીતીને ઉત્સાહમાં આવેલી આમ આદમી પાર્ટીને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો ઝટકો આપ્યો છે. ઉમેશ મકવાણાએ પાર્ટીની તમામ જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી ઉમેશ મકવાણાએ પોતાની વાત રજૂ કરી છે. ઉમેશ મકવાણાએ કહ્યુ કે હું હાલ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.
બોટાદના ધારાસભ્યની પત્રકાર પરિષદ
ગાંધીનગરમાં પોતાની પત્રકાર પરિષદ દરમિયાન ઉમેશ મકવાણાએ કહ્યુ કે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને રહીશ. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા અંગે કહ્યુ કે બોટાદની જનતાને પૂછીને નિર્ણય કરીશ. હાલ આમ આદમી પાર્ટીએ મને જે જવાબદારી સોંપી હતી, તે તમામ હોદ્દા પરથી હું રાજીનામું આપું છું. નોંધનીય છે કે ઉમેશ મકવાણા ગુજરાત વિધાનસભામાં દંડક પદે હતા. હવે તેમણે આ પદ પરથી પણ રાજીનામું આપ્યું છે. ઉમેશ મકવાણાએ અરવિંદ કેજરીવાલને પત્ર લખી રાજીનામું મોકલી આપ્યું છે.
શું બોલ્યા ઉમેશ મકવાણા
ઉમેશ મકવાણાએ કહ્યુ કે ગુજરાતમાં અને ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી દરેક પક્ષની અંદર જાતિવાદી વિચારધારાના લોકો વધતા જાય છે. ભાજપ હોય કે કોંગ્રેસ અથવા બીજી અન્ય રાજકીય પાર્ટી. તેમણે કહ્યુ કે 2020માં હું ભાજપના કાર્યકર તરીકે કામ કરતો હતો. ભાજપ છોડી આપમાં જોડાયો હતો. આમ આદમી પાર્ટીમાં અલગ-અલગ પદ પર સેવા કરી અને 2022મા બોટાદથી ચૂંટણી જીત્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા મને વિધાનસભાનો દંડક બના વવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની પણ જવાબદારી સોંપવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીમાં મેં અનેક હોદ્દા પર સેવા આપી છે. પછાત સમાજની જનતાનો અવાજ ઉઠાવવાની વાત આવે તો દરેક પાર્ટીમાં કંઈક ખૂંટતું હોય છે. ભાજપ આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં પછાત કે કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ સત્તામાં નથી પરંતુ પછાત સમાજને ન્યાય આપવામાં નિષ્ફળ ગઈ છે. હું આ આશા સાથે આપમાં જોડાયો હતો અને હવે મને અહેસાસ થાય છે કે આમ આદમી પાર્ટીમાં પણ સૌથી ઊંચા સમાજની વસ્તી છે. સમાજના મુદ્દા ઉઠાવવામાં આવે ત્યારે પાર્ટી તરફથી અન્યાય થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે