Ice Bath: આ ફાયદાના કારણે વધી રહ્યો છે આઈસ બાથનો ક્રેઝ, જાણો બરફના પાણીની આ ડુબકી કઈ કઈ સમસ્યાઓ કરે દુર ?

Ice Bath Benefits: છેલ્લા થોડા સમયમાં આઈસ બાથનો ટ્રેંડ વધ્યો છે. બરફના પાણીમાં ડુબકી મારવાથી થતા લાભના કારણે લોકો આ ટ્રેંડને ફોલો કરે છે. તો ચાલો જાણીએ કે આઈસ બાથથી કેવા લાભ થઈ શકે છે.
 

Ice Bath: આ ફાયદાના કારણે વધી રહ્યો છે આઈસ બાથનો ક્રેઝ, જાણો બરફના પાણીની આ ડુબકી કઈ કઈ સમસ્યાઓ કરે દુર ?

Ice Bath Benefits: વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનશૈલી જીવતા લોકો હવે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા અને શાંતિ મેળવવા માટે નવા નવા ટ્રેન્ડ ફોલો કરે છે. જેમાંથી એક ટ્રેન્ડ છે આઈસ બાથ. આઈસ બાથ એટલે કે બરફના ઠંડા પાણીમાં ડૂબકી મારવી. સોશિયલ મીડિયા પર તમે આ પ્રકારના વિડીયો પણ જોયા હશે. ખાસ તો યુવા વર્ગ આ ટ્રેન્ડને ફોલો કરે છે. 

આઈસ બાથ એટલે શું ?

આઈસ બાથ એટલે કે બરફના ઠંડા પાણીમાં ડુબકી મારી થોડી મિનિટ સુધી તેમાં બેસવું. આ પ્રક્રિયાથી શરીરનું તાપમાન ઝડપથી ઘટે છે અને મસલ્સ રિલેક્સ થાય છે. તેનાથી સોજા પણ ઉતરે છે અને માનસિક સ્ટ્રેસ ઘટી જાય છે. એક્સપર્ટ અનુસાર ઠંડા પાણીમાં ગયા પછી શરૂઆતથી મિનિટ મુશ્કેલ લાગે છે પરંતુ ત્યાર પછી શરીરને આરામ મળવા લાગે છે. 

એક સમય હતો જ્યારે આ થેરાપી એથલીટ્સ માટે અપનાવવામાં આવતી હતી. પરંતુ તેનાથી થતા ફાયદા વિશે જાણીને સામાન્ય લોકો પણ આ થેરાપીને અપનાવવા લાગ્યા છે. 

આઈસ બાથથી થતા ફાયદા 

- જકડાયેલા સ્નાયુ રિલેક્સ થાય છે અને દુખાવામાં રાહત મળે છે. 
- શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. 
- ઊંઘની ગુણવત્તા સુધરે છે 
- રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. 
- કેલેરી ઝડપથી બાળવામાં મદદ મળે છે. 
- માનસિક સ્ટ્રેસ અને ડિપ્રેશનની સ્થિતિમાં રાહત મળે છે. 

આઈસ બાથથી થતા ફાયદા મેળવવા હોય તો ખૂબ જ જરૂરી છે કે તેને એક્સપર્ટની દેખરેખમાં કરવામાં આવે. કારણ કે આઈસ બાથ લેતા પહેલા શ્વાસ લેવાની ટેકનીકનો અભ્યાસ પણ કરવો પડે છે. આઈસ બાથમાં પહેલા શરીરના નીચેના ભાગને પાણીમાં રાખવાનું હોય છે અને પછી ધીરે ધીરે આખું શરીર પાણીમાં ડુબાડવાનું હોય છે. આ સમગ્ર પ્રક્રિયા એક્સપર્ટની દેખરેખમાં કરવામાં આવે તો જ તેનાથી થતા ફાયદા મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news