Ank Jyotish: ભાગ્યશાળી હોય છે આ મૂલાંકની યુવતીઓ, લગ્ન પછી પતિની આવક વધી જાય ચારગણી, સાસરામાં મહારાણી જેવું સુખ મળે

Ank Jyotish: દરેક મૂલાંકનો સંબંધ અલગ અલગ ગ્રહ સાથે હોય છે, જેનો પ્રભાવ તે વ્યક્તિ પર પડે છે. અંક જ્યોતિષ અનુસાર ખાસ મૂલાંક ધરાવતી યુવતીઓ લગ્ન પછી પતિના ભાગ્યને પણ ચાર ચાંદ લગાડી દે છે.
 

Ank Jyotish: ભાગ્યશાળી હોય છે આ મૂલાંકની યુવતીઓ, લગ્ન પછી પતિની આવક વધી જાય ચારગણી, સાસરામાં મહારાણી જેવું સુખ મળે

Ank Jyotish: અંક જ્યોતિષ એક પ્રાચીન વિદ્યા છે, જે અનુસાર દરેક અંકનું ખાસ મહત્વ છે. અંક જ્યોતિષમાં વ્યક્તિના જન્મના મૂલાંક પરથી તેના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્યને સમજવામાં મદદ મળે છે. કોઈપણ વ્યક્તિનો મૂલાંક તેની જન્મની તારીખ નો સરવાળો હોય છે. મૂલાંક 1 થી 9 વચ્ચે કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. દરેક મૂલાંકનો સંબંધ એક ગ્રહ સાથે હોય છે. તેના મૂલાંકની સાથે તે ગ્રહનો પ્રભાવ પણ તેના જીવન પર જોવા મળે છે. 

આજે તમને એવી યુવતીઓ વિશે જણાવીએ જેને તેના જન્મની તારીખ વિશેષ બનાવે છે. આ મુલાંકની યુવતીઓ પોતે ભાગ્યશાળી હોય છે અને તેના જીવનસાથીને પણ ભાગ્યશાળી બનાવે છે. એટલે કે આ મુલાંકની યુવતી સાથે જેના પણ લગ્ન થાય તેનું પણ ભાગ્ય ચમકી જાય છે. 

પતિ માટે કયા મુલાંકની યુવતીઓ લકી સાબિત થાય? 

મૂલાંક 6 ધરાવતી યુવતીઓ પોતાના પતિ માટે લકી સાબિત થાય છે. યુવતીઓ પતિને ખૂબ પ્રેમ કરે છે અને તેનામાં સમર્પણની ભાવના હોય છે. તે પોતાના પતિની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે અને તેનો સાથ નિભાવે છે. આ મુલાંકની યુવતીઓનો સ્વભાવ હોય છે કે તે કોઈપણ કાર્યમાં પતિનો સહયોગ કરે છે અને તેને સફળતાના શિખરે પહોંચાડે છે. આ યુવતીઓ પોતાના સાસરામાં મહારાણી જેવું સુખ ભોગવે છે. 

મૂલાંક 6 ધરાવતી વ્યક્તિઓનો સ્વભાવ 

જે છોકરીઓનો જન્મ 6, 15 કે 24 તારીખે થયો હોય તેનો મુલાંક 6 બને છે. આ મુલાંકની યુવતીઓનો સ્વભાવ સૌમ્ય, આકર્ષક અને મિલનસાર હોય છે. પરિવાર પ્રત્યે તેનું સમર્પણ અદ્રિતીય હોય છે. આવી યુવતીઓ પોતાના જીવનસાથી માટે સૌભાગ્ય લઈને આવે છે. મૂલાંક 6 ધરાવતી યુવતી સાસરામાં સુખ-સમૃદ્ધિ વધારે છે. 

મૂલાંક 6 ની ખાસિયત 

મૂલાંક 6 ની યુવતીઓ સ્વાભાવિક રીતે સુંદર અને આકર્ષક હોય છે. તેમને સાફ-સફાઈ, સુંદરતા અને ફેશન પ્રત્યે લગાવ હોય છે. તે પોતાની ઉપસ્થિતિ અને વ્યવહારથી લોકોને પ્રભાવિત કરે છે. તેની સૌથી મોટી ખાસિયત હોય છે કે તે કોઈને પ્રેમ કરે છે તો આખું જીવન તેને સમર્પિત થઈને વફાદારીથી સાથ નિભાવે છે. એટલા માટે જ આવી યુવતીઓ પતિ માટે ભાગ્યશાળી માનવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news