લિવરને ચૂપચાપ ખતમ કરી નાખે છે આ બીમારી, 99 ટકા લોકો નથી આપતા ધ્યાન

ઘણીવાર આપણે શરૂઆતમાં કેટલાક રોગોને ખૂબ જ હળવાશથી લઈએ છીએ અને વિચારીએ છીએ કે તે મટી જશે. જોકે, આ રોગો પછીથી એક મોટી સમસ્યા બની જાય છે, ચાલો તમને આવા જ એક રોગ વિશે જણાવીએ.
 

લિવરને ચૂપચાપ ખતમ કરી નાખે છે આ બીમારી, 99 ટકા લોકો નથી આપતા ધ્યાન

Health Tips: બ્લડ પ્રેશરને લોકો હંમેશા ગંભીરતાથી લેતા નથી, પરંતુ આ એક સાયલન્ટ કિલર છે. ભારતમાં લાખો લોકો હાઈપરટેન્શનનો સામનો કરી રહ્યાં છે અને તેમાંથી ઘણા જાણતા નથી કે તેનું બ્લડ પ્રેશર વધેલું છે. જો સમય પર ઓળખ અને સારવાર ન કરવામાં આવે તો તે હાર્ટ એટેક, સ્ટ્રોલ, કિડની ફેલ્યોર અને આંખની રોશની ગુમાવવા જેવી ગંભીર બીમારીઓનું કારણ બને છે.

કેમ વધે છે બ્લડ પ્રેશર?
બ્લડ પ્રેશર વધવાના ઘણા કારણ છે. સૌથી સામાન્ય કારણ છે કે વધુ નમક અને જંક ફૂડનું સેવન. આ સિવાય મેદસ્વિતા, શારીરિક ગતિવિધિની કમી અને સતત તણાવ પણ બ્લડ પ્રેશર વધારે છે. ધૂમ્રપાન અને દારૂનું સેવન, પારિવારિક હિસ્ટ્રી અને વધતી ઉંમર પણ રિસ્ક ફેક્ટર છે. હાઈ બીપી ધીમે-ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે, તેથી તેને કંટ્રોલ કરવું જરૂરી છે.

કઈ રીતે ઓળખશો બ્લડ પ્રેશરના લક્ષણ?
ઘણીવાર હાઈ બીપીના શરૂઆતના લક્ષણો દેખાતા નથી, પરંતુ જ્યારે બ્લડ પ્રેશર ખૂબ વધી જાય છે, ત્યારે શરીર સંકેતો આપે છે. ગ્રેટર નોઈડા વેસ્ટની સર્વોદય હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડિસિન ડૉ. પંકજ રેલન સમજાવે છે કે જ્યારે બ્લડ પ્રેશર વધે છે, ત્યારે માથામાં ભારેપણું અથવા દુખાવો, ચક્કર, ઝાંખી દ્રષ્ટિ, ગભરાટ, થાક અને હૃદયના ધબકારા વધવા જેવા લક્ષણો થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, નાકમાંથી લોહી નીકળવું પણ થઈ શકે છે. જો આ લક્ષણો વારંવાર દેખાય છે, તો તાત્કાલિક ડૉક્ટરની તપાસ કરાવવી જોઈએ.

હાઈ બ્લડ પ્રેશરના ખતરા
બ્લડ પ્રેશર માત્ર એક બીમારી નથી, પરંતુ તે ઘણી ગંભીર બીમારીઓનું મૂળ છે. અનકંટ્રોલ બ્લડ પ્રેશરથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. તે કિડનીને પણ નુકસાન પહોંચાડે છે અને સમયની સાથે કિડની ફેલ્યોર થઈ શકે છે. આ સિવાય આંખની દ્રષ્ટિ નબળી પડે છે, જેથી બિઝનની સમસ્યા વધે છે.

બ્લડ પ્રેશર કઈ રીતે કંટ્રોલ કરશો?
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે લાઇફસ્ટાઇલમાં ફેરફાર જરૂરી છે. સૌથી પહેલા દરરોજ બ્લડ પ્રેશરની તપાસ કરો. નમક અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછું કરો. દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહો. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો અને તણાવ ઘટાડવા માટે યોગ તથા મેડિટેશન કરો. ડોક્ટરની સલાહ વગર દવા બંધ ન કરો, કારણ કે દવા છોડવાથી બીપી અચાનક વધી શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

તો તમને બ્લડ પ્રેશરના લક્ષણ જોવા મળી રહ્યાં છે કે પારિવારિક હિસ્ટ્રી છે તો નિયમિત ચેકઅપ કરાવો. સમય રહેતા ધ્યાન આપવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે અને તેની સાથે જોડાયેલી બીમારીથી બચી શકાય છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news