સરકારની મોટી કાર્યવાહી, ALTT, ULLU સહિત 25 OTT એપ પર પ્રતિબંધ; અશ્લીલ કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ

Ullu ALTT Balaji App Banned: સરકારે ULLU, ALTT સહિત 25 OTT એપ્સ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ એપ્સ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ બતાવવા પર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને તેમને તાત્કાલિક બ્લોક કરવામાં નિર્દેશ આપ્યો છે.

સરકારની મોટી કાર્યવાહી, ALTT, ULLU સહિત 25 OTT એપ પર પ્રતિબંધ; અશ્લીલ કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ

Ullu ALTT Balaji App Banned: કેન્દ્ર સરકારે ALTT, ULLY, Desiflix, BigShots જેવી 25 OTT એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્સ પર યુઝર્સને અશ્લીલ અને બોલ્ડ સામગ્રી પીરસવાનો આરોપ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP)ને ભારતમાં આ વેબસાઇટ્સ અને એપ્સને તાત્કાલિક બ્લોક કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી છે.

સરકારે જે OTT એપ્સ અને તેમની વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. તેના પર ગેરકાયદેસર, વાંધાજનક અને અશ્લીલ સામગ્રી પ્રસારિત થઈ રહી હતી. સરકારે આ 25 એપ્સ અને OTT પ્લેટફોર્મ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.

આ છે સંપૂર્ણ યાદી

  OTT એપ વેબસાઈટ્સ
1 ALTT  https://altt.co.in
2 ULLU https://landing.ullu.app
3 Big Shots App https://bigshots.co.in
4 Desiflix https://desiflix.beer
5 Boomex  https://boomex.app
6 Navarasa Lite  https://navarasaworld.com
7 Gulab App https://gulabapp.com
8 Kangan App https://kangan.app
9 Bull App https://bullapp.in
10 Jalva App https://jalva.app
11 Entertainment https://wowentertainment.in
12 Look Entertainment https://lookentertainment.app
13 Hit Prime https://hitprime.in
14 Feneo  https://feneo.vip
15 ShowX https://showx.app
16 Sol Talkies https://soltalkies.in
17 Adda TV https://addatv.app
18 HotX VIP https://hotx.vip
19 Hulchal App https://hulchal.co.in
20 MoodX https://bit.ly/moodxxvip
21 NeonX VIP https://neonxvip.in
22 ShowHit  https://showhit.app
23 Fugi  https://fugi.app
24 Mojflix https://mojflix.com
25 Triflicks https://triflicks.in

News18ના રિપોર્ટ અનુસાર, સરકારે આ OTT એપ્સ અને વેબસાઇટ્સ સામે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 (IT એક્ટ, 2000) અને IT નિયમો, 2021 (Intermediary Guidelines and Digital Media Ethics Code) હેઠળ કાર્યવાહી કરી છે. આમાંની ઘણી એપ્સ અને વેબસાઇટ્સ સરકાર દ્વારા નિર્ધારિત કન્ટેન્ટ સર્ટિફિકેશનને બાયપાસ કરી રહી હતી અને IT એક્ટ, 2021ના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી.

માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB)એ સંબંધિત એજન્સીઓને આ એપ્સ અને વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાના આદેશો જાહેર કર્યા છે. સરકારે કહ્યું કે, એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ્સ દ્વારા સતત અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરવામાં આવી રહ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news