Ahmedabad Plane Crash: ગણતરીની પળોમાં વિમાન આગના ગોળામાં કઈ રીતે ફેરવાઈ ગયું? જાણો 4 સંભવિત જવાબદાર કારણ

ગુરુવારે અમદાવાદમાં એક ભીષણ વિમાન અકસ્માત થયો જેમાં 270થી વધુ લોકોના મોત થયા. દુર્ઘટના વિશે તપાસ ચાલુ છે ત્યારે આવામાં પ્લેન ક્રેશ અંગે ભાત ભાતની થિયરીઓ પણ સામે આવી રહી છે. 

Ahmedabad Plane Crash: ગણતરીની પળોમાં વિમાન આગના ગોળામાં કઈ રીતે ફેરવાઈ ગયું? જાણો 4 સંભવિત જવાબદાર કારણ

ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ થઈ ગયું જેમાં 270થી વધુ લોકોના મોત થયા છે. અકસ્માતનો મંજર એટલો ખૌફનાક હતો કે જેણે પણ જોયો તેના રૂવાડાં ઊભા થઈ ગયા. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા જેમાંથી એક વ્યક્તિ બચ્યો અને બાકીના 241 લોકો મોતને ભેટ્યા. વિમાન મેઘાણીનગર જેવા રહેણાંક વિસ્તારમાં ડોક્ટરોની હોસ્ટેલ પર પડ્યું એમાં પણ મૃત્યુઆંક વધી ગયો. અકસ્માત અંગે ભાત ભાતની થિયરીઓ પર ચર્ચા થઈ રહી છે. આખરે આ અકસ્માત થયો કેવી રીતે?

લેન્ડિંગ ગીયર ન ઉઠી શક્યું
ઉડાણ ભર્યા બાદ જેવી ફ્લાઈટ રનવેથી બહાર નીકળી કે તેમાંથી એક એન્જિન ફેલ થઈ ગયું કે કોઈ પક્ષી સાથે અથડાયું, જેનાથી પાઈલોટ્સ માટે કોકપિટનો વર્કલોડ વધી ગયો. તેમણે  એન્જિનની સમસ્યા પર ધ્યાન આપતા લેન્ડિંગ ગિયરને પાછું લીધુ નહી. એક એન્જિનના બહાર નીકળી ગયા બાદ વિમાનને કાબૂમાં લેવા માટે તેની સ્પીડ ખુબ જ ઓછી કરી શકાતી હતી જેનાથી વિમાન થોભી જાત જો કે 400 ફૂટની ઊંચાઈએ આ થવું અશક્ય છે. 

ડ્યુઅલ એન્જિન ફેલ થવું
ટેક ઓફના ગણતરીના સમય બાદ એક રેર ડ્યુઅલ એન્જિન ફેલ થઈ ગયુ, જેનાથી વિમાન કોઈ પણ જોર વગર ગ્લાઈડરમાં ફેરવાઈ ગયું. એન્જિન પાવર વગર ચાલક દળ લેન્ડિંગ ગિયરને પાછું ખેંચી શકે તેમ નહતા જેનાથી એર સ્પીડમાં ઝડપથી ઘટાડો થયો અને વિમાન થોભવા લાગ્યું. આટલી ઓછી ઊંચાઈ પર ડ્યુઅલ એન્જિનનું ફેલ થવું કે તેને ફરીથી શરૂ કરવાની કોશિશનો કોઈ સમય બચતો નથી. 

ખોટા સમયે ખોટું ટેક ઓફ ફ્લેપ કન્ફ્યુગરેશન
વીડિયો પ્રુફથી જાણવા મળે છે કે ફ્લેપ્સ પાછળ હટેલા હતા, જે અસામાન્ય હોય છે. કારણ કે  ટેકઓફ દરમિયાન ફ્લેપ્સ હંમેશા ઓછી સ્પીડમાં વધારાની લિફ્ટ આપવા માટે વધારવામાં આવે છે. જો પાઈલોટે ભૂલથી એન્જિન ફેલ દરમિયાન લેન્ડિંગ ગિયરના બદલે ફ્લેપ્સને પાછા ખેંચ્યા હોય તો તેનાથી લિફ્ટમાં ખુબ જ કમી આવી શકે, ખાસ કરીને ત્યારે જ્યારે એક જ એન્જિન ચાલુ હોય, જેનાથી સંભવિત રીતે સ્ટોલ થઈ શકતું હતું. 

એન્જિન ફેલ થયું, પરંતુ ભૂલથી ચાલુ એન્જિન બંધ કરી નાખ્યું
એવી પણ એક થિયરી સામે આવી રહી છે કે ચાલક દળે 400 ફૂટની ઊંચાઈએ એન્જિન ફેલ થયા બાદ ભૂલથી ફેલ એન્જિનના બદલે એક્ટિવ એન્જિનને બંધ કરી દીધુ. આટલી ઓછી ઊંચાઈએ એન્જિનને પાછું ચાલુ કરવા માટે કોઈ સમય હોતો નથી જેનાથી થ્રસ્ટ અને કંટ્રોલ ગૂમાવી બેસે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news