અમદાવાદ પ્લેન ક્રેશમાં આ ગ્રહની મહત્વની ભૂમિકા, હજુ પણ સંકટનો સમય, જ્યોતિષ ગણનામાં સામે આવી ચોંકાવનારી વાત
12 જૂન 2025ના અમદાવાદથી ઉડાન ભરવા સમયે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 270 જેટલા લોકોના મોત થયા છે.
Trending Photos
Ahmedabad Plane Crash: 12 જૂન 2025ના અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 270 જેટલા લોકોના મોત થયા છે. આ દિવસે પંચાંગ અને ગ્રહોની સ્થિતિથી એક ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું છે, આ ત્રાસદી પાછળ કયા ગ્રહ અને તેનાથી બનનાર કયા ખતરનાક યોગ હતા જે દુર્ઘટનાના ખલનાયક બની ગયા.
અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) જ્યારે આ થયું ત્યારે ગ્રહોની સ્થિતિ કેવી હતી, કયા ગ્રહોએ આ દુર્ઘટનામાં મહત્વની ભૂમિકા ભજવી?
સાથે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે શું ખતરો ટળી ગયો છે કે હજુ બાકી છે. જો ખતરો યથાવત છે તો ક્યા સુધી રહેશે, આ બધા પ્રશ્નોનો ઉત્તર જ્યોતિષથી જાણવાનો પ્રયાસ કરીએ.
મંગળ-કેતુની યુતિ બની દુર્ઘટનાનું કારણ! અમદાવાદ પ્લેન ક્રેશ 2025 પર જ્યોતિષીય વિશ્લેષણ.
મંગળ-કેતુની યુતિ, અંગારક યોગ અને યંત્રવિધાત
12 જૂન 2025ના મંગળ અને કેતુની યુતિ સિંહ રાશિમાં હતા, જે સૂર્યની અગ્નિ પ્રધાન રાશિ છે. આ યુતિ અંગારક યોગ કહેવાય છે, જે યંત્ર વિધાત, ઝડપી ગતિ સાથે જોડાયેલી દુર્ઘટના અને અગ્નિ કારણ મોતનો યોગ બનાવે છે. બૃહત્પાશર હોરા શાસ્ત્ર અનુસાર
मङ्गलेन केतुसंयुक्ते क्रूरभावे च संस्थिते।
यन्त्रविघ्नं, अग्निहेतुं, प्राणहानिं च दर्शयेत्॥
શાસ્ત્રોમાં મંગળને યંત્રો, એન્જિન અને ઉર્જાનો કારક બનાવવામાં આવ્યો છે, જ્યારે કેતુ તેને દિશાહીન, અનિયંત્રિત અને અંધ ગતિ પ્રદાન કરે છે.
12 જૂનનું પંચાંગ અને રાહુકાળનો આરંભ
પંચાંગ અનુસાર 12 જૂને ફ્લાઇટ નંબર AI-171 એ બપોરે 1.38 કલાકે ઉડાન ભરી અને 1.40 કલાકે ભીષણ દુર્ઘટના સર્જાય. આ સમયે પ્લેન 625 ફૂટની ઊંચાઈ પર હતું.
આ દિવસે રાહુકાળનો સમય બપોરે 2.4 કલાકથી 3.48 કલાક સુધી હતો. રાહુકાળને શાસ્ત્રોમાં સર્વાધિક દોષયુક્ત કાળ માનવામાં આવ્યો છે. તે ભ્રમ, વિઘ્ન અને આકસ્મિક વિઘ્નોથી ભરેલો હોય છે.
'राहुकाले यन्त्रकर्म निषिद्धं, न वैमानिकं न यानकं, विनाशं सूचयति'
એટલે કે રાહુ કાળ દરમિયાન મશીનો સંબંધિત કોઈપણ કાર્ય કરવાની મનાઈ છે. ખાસ કરીને આ સમય દરમિયાન ઉડતા (વિમાન) કે અન્ય કોઈપણ ચાલતા વાહનનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આ સમયગાળો અકસ્માત કે વિનાશનો સંકેત આપે છે.
મંગળ બન્યો અમંગળ
ચંદ્રમા પૂર્વાષઢા નક્ષત્રમાં હતા, જેના સ્વામી શુક્ર છે અને તે આ દિવસે મેષ રાશિમાં ગોચર કરી રહ્યાં હતા. મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ છે, જે સિંહ રાશિમાં કેતુની સાથે અંગારક યોગ બનાવી રહ્યાં હતા. આ પ્રભાવથી દિશાભ્રમ અને ગડબડી ઉભી થવાની સ્થિતિ બને છે.
જ્યોતિષ ગ્રંથોમાં મંગળ ગ્રહને અગ્નિ, એન્જિન, યંત્ર, ઉર્જાનો કારક જણાવવામાં આવ્યો છે. તો કેતુને માથાહીનતા, દિશાહીન ગતિવિધિ, અસ્પષ્ટ નિર્ણયોનું કારક માનવામાં આવે છે.
અંક જ્યોતિષનો ઉડાન સંખ્યા સાથે સંબંધ
દુર્ઘટનાગ્રસ્ત પ્લેનની ઉડાન સંખ્યા AI-171 હતી. 1+7+1= 9 આ મંગળનો અંક છે. આ બધા તથ્યોને જોઈને લાગે છે કે મંગળ જ તે દિવસનો ઘાતક કારક ગ્રહ હતો અને કેતુ સાથે યુતિ તેમાં ઘી હોમવાનું કામ કરી રહી હતી.
'मङ्गलात् सर्वदोषाणां नाशः स्यात् उचितैः क्रियैः.
अन्यथा स सर्वनाशाय स्यात्.'
(જો મંગળ ગ્રહ સંબંધિત યોગ્ય ઉપાયો (જેમ કે મંત્ર, યંત્ર, પૂજા અથવા કર્મ) કરવામાં આવે તો તે તમામ પ્રકારના દોષોનો નાશ કરી શકે છે. પરંતુ જો તેને નિયંત્રિત ન કરવામાં આવે તો તે જ મંગળ વિનાશનું કારણ પણ બની શકે છે)
ખતરો હજુ ટળ્યો નથી?
મંગળ-કેતુની યુતિ સિંહ રાશિમાં 2025માં 7 જૂનથી 28 જુલાઈ સુધી સક્રિય રહેશે. વિશેષ કરી આ દિવસોમાં સાવધાની રાખવાની જરૂર છે.
વિશેષ સંવેદનશીલ તારીખો (Critical Dates)
નીચેની તારીખો વિશેષ રૂપથી યંત્ર, અગ્નિ, ગતિ અને આકાશ યાત્રા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ 52 દિવસમાં મંગળ અને કેતુના પ્રભાવને કારણે યુદ્ધની પરિસ્થિતિનો વિસ્તાર થશે. જે દેશોની સાથે પહેલાથી યુદ્ધ કે તણાવ જેવી પરિસ્થિતિ બનેલી છે ત્યાં પર હુમલા વધી શકે છે.
તારીખ | કારણ |
12 જૂન 2025 અમદાવાદ પ્લેન ક્રેશ | વાસ્તવિક કારણ |
15–16 જૂન 2025 | સૂર્ય, મંગળ, કેતુ, રાહુ અને બુધ મળીને 'ત્રિદ્રષ્ટિ' બનાવે છે |
21 જૂન 2025 ગ્રીષ્મ સંક્રાંતિ | અગ્નિ તત્વની આત્યંતિક સ્થિતિ |
2 જુલાઈ 2025 ચંદ્રમાં સિંહ રાશિમાં | ચંદ્ર અને અંગારકનો યુતિ માનસિક મૂંઝવણ અને અગ્નિ સંબંધિત બાબતો સૂચવે છે. |
9 જુલાઈ 2025 | મંગળ અને શનિ એકબીજાની સામે હશે, યુદ્ધ જેવી સ્થિતિ |
22–23 જુલાઈ 2025 | મંગલ સિંહના છેલ્લા ભાગોમાં અતિશય ઉત્સાહી અને અનિયંત્રિત ઉર્જા |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે