ગમે ત્યારે આવશે વાવાઝોડું! અરબ સમુદ્રમાં વાતાવરણે એવી પલટી મારી કે ગુજરાત પર મંડરાયો મોટો ખતરો

Cyclone Alert For Gujarat Mumbai : છેલ્લા ચાર દાયકામાં અરબી સમુદ્રના વાતાવરણે એવી પલટી મારી છે કે, ગુજરાત અને મુંબઈ પર વાવાઝોડાનો ખતરો વધી ગયો છે 

ગમે ત્યારે આવશે વાવાઝોડું! અરબ સમુદ્રમાં વાતાવરણે એવી પલટી મારી કે ગુજરાત પર મંડરાયો મોટો ખતરો

Cyclone Alert : ગુજરાતને વાવાઝોડા સાથે લેણું છે. એવું કોઈ વર્ષ બાકી નથી રહેતું જેમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટક્યું ન હોય કે તેની અસર થઈ ન હોય. ત્યારે તેનું મોટું કારણ સામે આવ્યું છે. મુંબઈ-ગુજરાત પર વાવાઝોડાનું મોટું જોખમ છે. તેનું કારણ અરબી સમુદ્ર છે. કારણ કે, અરબી સમુદ્રમાં વાવાઝોડાંનું પ્રમાણ 150 ટકા વધ્યું છે. અરબી સમુદ્ર ગરમ થઈ રહ્યો છે. તાપમાન વધવાને કારણે અરબી સમુદ્રમાં ચોમાસા પહેલા અને ચોમાસા બાદ વાવાઝોડાની તીવ્રતા પણ વધી ગઈ છે. 

ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટ્રોપિકલ મીટિયોરોલોજી (આઇ.આઇ.ટી.એમ, પુણે) અને સાઉથ કોરિયાની પોહાન્ગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંયુક્ત સંશોધનમાં અરબી સમુદ્રના મોટા રહસ્યો ખૂલ્યા છે. જેની સીધી અસર ગુજરાત અને મુંબઈને થવાની હોવાનું રિસર્ચ જણાવે છે. 

અરબી સમુદ્ર ગરમ થઈ રહ્યો છે
છેલ્લાં 40 વર્ષોના અરબી સમુદ્રના ફેરફાર પર સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં ચિંતાજનક તારણ સામે આવ્યું છે. છેલ્લાં 40 વર્ષમાં અરબી સમુદ્રની સપાટીનું તાપમાન વધીને 28 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુ થયું છે. જે સામાન્ય રીતે શિયાળા અને ચોમાસામાં 22.5 ડિગ્રી રહેતું હોય છે. પરંતું ઉનાળામાં તે વધી જાય છે. તેને કારણે વાવાઝોડાની સંભાવનાઓ વધી જાય છે. આ પ્રમાણ 52 ટકા કરતા વધુ થયું છે. 40 વર્ષ પહેલા આ પ્રમાણ ઓછું હતું. પરંતું હવે સાયક્લોનની સંખ્યા વધી રહી છે. જેમ કે,  

  • સાયક્લોન બિપરજોય, 2023
  • સાયક્લોન તેજ, 2023
  • તૌકતે, 2021
  • સાયક્લોન નિસર્ગ, 2020
  • સાયક્લોન ક્યાર, 2019
  • સાયક્લોન વાયુ 2019

ચોંકાવનારો રિપોર્ટ
બીજી એ વાત પણ નોંધાઈ છે કે, સમુદ્રમાં તોફાન લાંબો સમય સુધી રહે છે. તેના પેદા થવાથી લઈને તેની ટકરાવાનો સમયગાળો લાંબો બની રહ્યો છે. બિપોરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં લગભગ 10 દિવસ જેટલો લાંબો સમય રહ્યું હતું. ચાર દાયકામાં વાવાઝોડાની  સમુદ્રમાં આગળ વધવાની ગતિમાં ઘટાડો થયો છે. સમુદ્રી તોફાન હવે બહુ મંદ ગતિએ આગળ વધે છે. પરિણામે પવન ગાંડોતૂર બનીને ફૂંકાય છે. સમુદ્રનાં ભારે તોફાની મોજાં ઉછળે છે. આ કારણે દરિયા કિનારે રહેતી માનવ વસ્તીને મોટી ખુંવારીનો સામનો કરવો પડે છે. 

Weather Forecast Latest Update: હોળી બાદ ભયાનક આંધી-તોફાન સાથે ભારે વરસાદ!  ગુજરાતમાં રહેશે પ્રિ-મોન્સુનની અસર, આ વિસ્તારોનું આવી બનશે!

વૈજ્ઞાનિકો કહે છે કે, વાવાઝોડું જેટલો સમય સમુદ્રમાં રહે તેટલી વધુ નુકસાની સર્જે. આ સ્થિતિ વાતાવરણ માટે ચિંતાજનક ગણી શકાય. સંશોધનમાં બંગાળના ઉપસાગરનો પણ અભ્યાસ કરવામા આવ્યો. જેમાં સરખામણીના પરિણામ ચિંતાજનક છે. 

અરબી સમદ્ર કેમ આટલો ગરમ થઈ રહ્યો છે 
અરબી સમુદ્રના ગરમ થવાના અનેક કારણો છે. ચાર દાયકાની સ્થિતિ પર નજર કરીએ તો, ભારતમાં અરબી સમુદ્રના કિનારા પર માનવ વસ્તીનું પ્રમાણ પણ ઘણું ઘણું વધી ગયું છે. ગ્રીનહાઉસ ગેસની પ્રવૃત્તિમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે. એટલે કે   વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ,મિથેન,  ક્લોરોફ્લોરો કાર્બન વગેરે હાનીકારક વાયુઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. પરિણામે અરબી સમુદ્ર ગરમ થઇ  રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news