બેન્કના ATMમાંથી પૈસા ઉપાડવા કોઈ મદદ કરવાની ઓફર કરે તો સાવધાન થઈ જજો...11 ગુનાનો ભેદ ખૂલ્યો!

વલસાડ જિલ્લા પોલીસે વલસાડ નજીક હાઈવે પરથી એક કારમાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ ને ઝડપી તપાસ કરતાઆ વ્યક્તિઓજ આંતરરાજય એટીએમ ફ્રોડ ગેંગના સાગરીતો હોવાનું બહાર આવ્યું હતું.

બેન્કના ATMમાંથી પૈસા ઉપાડવા કોઈ મદદ કરવાની ઓફર કરે તો સાવધાન થઈ જજો...11 ગુનાનો ભેદ ખૂલ્યો!

નિલેશ જોશી/વલસાડ: બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડવા કોઈ મદદ કરવા ની ઓફર કરે તો સાવધાન થઈ જજો...કારણકે મદદના બહાને ક્યાંક કોઈ ગઠીયા આપના બેન્ક એકાઉન્ટ નું તળિયું સાફ ન કરી દે.વલસાડ જિલ્લા પોલીસે ATM કેન્દ્રો પર લોકોને મદદ ના બહાને ભોળવી અને ATM કાર્ડ બદલી છેતરપીંડી કરતી એક આંતરરાજ્ય ATM ફ્રોડ ગેંગ ને દબોચી લીધી છે .આરોપીઓ ની અત્યાર સુધીની પૂછપરછ માં 11 ગુનાઓ ના ભેદ ઉકેલવા માં સફળતા મળી છે.

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવા જતા લોકો સાથે છેતરપિંડીના બનાવો બની રહ્યા હતા . એટીએમ ઠગાઈ ના મામલા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા સીટી પોલીસ પણ હરકતમાં આવી હતી. વલસાડના એક વિસ્તારમાં એટીએમ કેન્દ્ર પરથી એક વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલી થઈ ગયું હોવાની સીટી પોલીસને જાણ થઈ હતી.. આથી વલસાડ પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વે લેન્સની સાથે બાતમીદારોના નેટવર્કના આધારે આરોપીઓને ઝડપવા પ્રયાસ કર્યા હતા.

આ દરમિયાન જ પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લા પોલીસે વલસાડ નજીક હાઈવે પરથી એક કારમાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ ને ઝડપી તપાસ કરતાઆ વ્યક્તિઓજ આંતરરાજય એટીએમ ફ્રોડ ગેંગના સાગરીતો હોવાનું બહાર આવ્યું હતું.. અને વલસાડમાંથી ગુનો આચરી તેઓ નવસારી ફરાર થઈ ગયા હતા અને નવસારીથી તેઓ મુંબઈ તરફ ફરાર થઈ રહ્યા હતા. દરમિયાન જ વલસાડ પોલીસે આ ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. આરોપી પાસેથી પોલીસે 1 લાખથી વધુ રૂપિયા રોકડા અને 62 જેટલા એ.ટી.એમ કાર્ડ અને એક કાર સહિત અંદાજે 4 લાખ રૂપિયા થી વધુ નો મુદામાલ પણ કબજે કર્યા છે.

આ ત્રિપુટી ગેંગ મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપ ગઢ ના રહેવાસી છે છે પરંતુ હાલ તેઓ મુંબઈ અંધેરી માં વસવાટ કરે છે .આરોપીઓની ઓળખ કરીએ તો 1) શઇદ ઉર્ફે સૈયદ કમાલુદ્દીન હાજી, 2) અબ્દુલ હકીમ કુરેશી, 3) રિયાઝ સરતાજ ખાનનો સમાવેશ થાય છે.

પોલીસના હાથે ઝડપાયેલો આ એટીએમ ઠગ ખૂબ શાતિર છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીઓ આચરેલા 11 ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ તેમજ મધ્યપ્રદેશમાં પણ ગુનાઓ આચરેલ છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી વાત કરીએ તો ઝડપાયેલા આરોપીઓ કારમાં વિવિધ શહેરોમાં અને વિસ્તારમાં ફરતા હતા અને મુખ્યત્વે છેવાડાના વિસ્તારોમાં અને ઓછી અવરજવર વાળા એટીએમ કેન્દ્રની આસપાસ રેકી કરતા હતા અને એકલદોકલ પૈસા ઉપાડવા આવતા વ્યક્તિઓ કે એટીએમ માંથી પૈસા ઉપાડવામાં મુશ્કેલી અનુભવતા લોકોને વાતોમાં ભોળવી મદદના બહાને તેઓ યુક્તિપૂર્વક એટીએમ કાર્ડ બદલી અને પીન નંબર જાણી અને બારોબાર પૈસા ઉપાડી ફરાર થઈ જતા હોવાનું પણ બહાર આવ્યું છે. 

ઝડપાયેલ ત્રિપુટી પાસે 1 લાખ રૂપિયા ની રોકડ રકમ અને ઢગલા બંધ એટીએમ કાર્ડ જપ્ત થયા છે . એટીએમ ફ્રોડ ગેંગ ના ઝડપાયેલા 3 ઠગ અત્યારે પોલીસ રિમાન્ડ હેઠળ છે. અને પોલીસની આગામી તપાસમાં આરોપીના વધુ કારનામાઓ બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે જ્યારે પણ આપ એટીએમનો ઉપયોગ કરો ત્યારે આજુબાજુ કોઈપણ વ્યક્તિ ન હોય તેનું ખાસ કાળજી રાખો નહિતર આવા ઠગ ધુતારાઓ તમારું ખાતું ખાલી કરી દેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news