'ઈન્દિરા ગાંધીની સરકારે 1968માં કચ્છના રણની જમીન પાકિસ્તાનને આપી દીધી', ભાજપના સાંસદનો મોટો આરોપ

ભાજપના સાંસદે નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે 1965નું યુદ્ધ જીત્યા છતાં 1968માં કોંગ્રેસની ઈન્દિરા ગાંધી સરકારે 828 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર પાકિસ્તાનને આપી દીધો. જાણો શું છે મામલો. 

'ઈન્દિરા ગાંધીની સરકારે 1968માં કચ્છના રણની જમીન પાકિસ્તાનને આપી દીધી', ભાજપના સાંસદનો મોટો આરોપ

ભાજપના નેતા નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે પાકિસ્તાનને કચ્છના રણની જમીન આપી દીધી હતી. આ ઘટના 1968માં ઘટી હતી. તે સમયે દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. નિશિકાંતે એ પણ કહ્યું કે 1965નાં યુદ્ધ બાદ મામલો ટ્રાઈબ્યુનલમાં પહોંચ્યો હતો. 

શું  કહ્યું ભાજપના સાંસદે?
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ અને પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પર નિશાન સાંધ્યુ. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમણે દાવો કર્યો કે ભારતે 1965માં પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ તો જીતી લીધુ હતું પરંતુ ઈન્દિરા ગાંધીની સરકારે 1968માં કચ્છના રણનો 828 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર પાકિસ્તાનને આપી દીધો હતો. 

નિશિકાંત દુબેએ પોતાનો આ દાવો સાબિત કરવા માટે એક દસ્તાવેજની કોપી પણ શેર કરી છે. જેમાં એ ઉલ્લેખ છે કે 1968માં ભારતે પાકિસ્તાનને કચ્છના રણનો 828 સ્ક્વેર કિલોમીટર વિસ્તાર આપી દીધો હતો. નિશિકાંત દુબેએ ઈન્દિરા ગાંધીને આયર્ન લેડી તરીકે સંબોધવામાં આવવા પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે સંસદનો વિરોધ છતાં ભારતનો હિસ્સો પાકિસ્તાનને સોંપી દીધો હતો. 

— Dr Nishikant Dubey (@nishikant_dubey) May 23, 2025

નિશિકાંત દુબેએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે, "આજની કહાની ખુબ દર્દનાક છે. કોંગ્રેસ પાર્ટીએ 1965નું યુદ્ધ જીત્યા બાદ ગુજરાતના કચ્છના રણનો 828 સ્ક્વેર કિલોમીટર પાકિસ્તાનને 1968માં આપી દીધો. ભારત પાકિસ્તાનના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવ્યું, મધ્યસ્થ બનાવ્યા, યુગોસ્લાવિયાના વકીલ અલી બાબરને આપણે નિયુક્ત કર્યા. સમગ્ર સંસદે વિરોધ કર્યો પરંતુ ઈન્દિરા ગાંધી તો આયર્ન લેડી હતા, ડરીને આપણો હિસ્સો હરાજી કરી દીધો. આ આયર્ન લેડીનું સત્ય છે. કોંગ્રેસનો હાથ હંમેશા પાકિસ્તાન સાથે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news