ચિરાગના નિવેદનથી વધી BJP-JDUની મુશ્કેલીઓ, બિહારની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત

Chirag Paswan to Contest Bihar Election: ચિરાગ પાસવાને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેમની પાર્ટી બિહારની 243 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDAનો ભાગ રહેલા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આપેલું આ નિવેદન ભાજપ અને JDUની મુશ્કેલીઓ વધારી શકે છે.

ચિરાગના નિવેદનથી વધી BJP-JDUની મુશ્કેલીઓ, બિહારની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને રવિવારે કહ્યું કે તેઓ બિહારના હિતમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. તેમણે કહ્યું કે તેમના વિરોધીઓ તેમના માર્ગમાં અવરોધો ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના પ્રમુખે રવિવારે છાપરાના રાજેન્દ્ર સ્ટેડિયમમાં આયોજિત 'નવ સંકલ્પ મહાસભા' ને સંબોધિત કરતી વખતે એક મોટી જાહેરાત કરી હતી.

ચિરાગ પાસવાને કહ્યું કે તેમની પાર્ટી બિહારની 243 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDAનો ભાગ રહેલા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આપેલું આ નિવેદન ભાજપ અને JDUની મુશ્કેલીઓ વધારી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news