સુરતમાં સાર્વત્રિક વરસાદ; ઉધના-લિંબાયત રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી, લોકોને ભારે હાલાકી
Surat Heavy Rains: સુરતમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ,ઉધના-લિંબાયત રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ઉધના-લિંબાયત રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સતત વરસાદને કારણે ગરનાળામાં પાણી ભરાઈ જતા નોકરી પર જતા અનેક લોકો અટવાયા હતા.પાણીમાં પસાર થતી વખતે અનેક વાહનો બંધ પડી ગયા હતા, જેને કારણે લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકો જણાવી રહ્યા છે કે દર ચોમાસામાં આ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી.
હાલ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જો આ જ રીતે વરસાદ ચાલુ રહેશે, તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ શકે છે. જેનાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે. તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે