કાર-બાઈકના ચલણની તોતિંગ રકમ કઈ રીતે માફ થઈ શકે? આ રીત જાણી લો તો બચી જશે હજારો રૂપિયા
ટ્રાફિકના નિયમો હવે ખુબ કડક થઈ ગયા છે અને ચલણની રકમમાં પણ ધરખમ વધારો થયો છે જેના કારણે જો તમારું ચલણ કપાય તો ભારે ભરખમ દંડ ભરવો પડે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારા ચલણ માફ થઈ શકે? જાણો કઈ રીતે.
Trending Photos
લોક અદાલતોને તમને ગામની પંચાયતનું મોર્ડન સ્વરૂપ માની શકો છો. દેશમાં લોક અદાલત સમયાંતરે લાગતી હોય છે. જેમાં લોકોના ટ્રાફિક ચલણ સહિત અનેક પ્રકારના મામલાઓની પતાવટ કરાય છે.
આ રીતે માફ કરાવી શકો ટ્રાફિક ચલણ
ટ્રાફિકના નિયમોનું પાલન ન કરો તો ટ્રાફિકનું ચલણ કપાય. અનેકવાર ટ્રાફિકના ચલણની રકમ એટલી વધુ હોય છે કે વાત ન પૂછો. જો તમારું પણ ક્યારેક ટ્રાફિકનું ચલણ કપાયું હોય કે તમારી ઉપર કોઈ ટ્રાફિક નિયમના ભંગનો દંડ ફટકારવામાં આવ્યો હોય તો તમે પણ તેને માફ કરાવી શકો છો.
લોક અદાલત
તમે લોક અદાલતનું નામ તો જરૂર સાંભળ્યું હશે. લોક અદાલત ગામડાઓમાં જોવા મળતી પંચાયતનું મોર્ડન સ્વરૂપ કહી શકાય. દેશમાં સમયાંતરે લોક અદાલતો લાગતી હોય છે. જેમાં આ પ્રકારના ટ્રાફિક ચલણના મામલાનો ઉકેલ લાવવામાં આવે છે. જેના કારણે કોર્ટના ચક્કર કાપવા પડતા નથી. વકીલની મોંઘી ફી પણ ભરવી પડતી નથી. અનેકવાર ચલણની રકમ ઘટાડી દેવાય છે અને ક્યારેક તો માફ પણ કરી દેવાય છે.
લોક અદાલતોમાં બે પક્ષો વચ્ચે કોઈ પણ પ્રકારના વિવાદને વાતચીત અને પરસ્પર સહમતિથી પતાવવામાં આવે છે. ભારતમાં આવી અદાલતોની શરૂઆત ન્યાય વ્યવસ્થાના બોજાને ઘટાડવાના હેતુથી કરવામાં આવી છે.
રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં દ્વારકા કોર્ટ, કડકડડૂમા કોર્ટ, પટિયાલા હાઉસ કોર્ટ, રોહિણી કોર્ટ, રાઉજ એવન્યૂ કોર્ટ, સાકેત કોર્ટ અને તીસ હજારી કોર્ટમાં લોક અદાલત ચાલે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે