Curd : બસ 15 થી 20 મિનિટમાં જામી જાશે દહીં, ઈમરજન્સી હોય ત્યારે આ સ્ટેપ ફોલો કરી દહીં જમાવજો
Tips For Curd: દહીં જમાવવા માટે દૂધમાં મેળવણ ઉમેરી આખી રાત અથવા તો આખો દિવસ તેને સેટ થવા દેવું પડે છે. જો કે કલાકોની આ પ્રોસેસને ફાસ્ટ પણ કરી શકાય છે. જો ક્યારેય ઈમરજન્સી હોય તો એક ટ્રીક અજમાવીને તમે 15 થી 20 મિનિટમાં પણ દહીંને સેટ કરી શકો છો.
Trending Photos
Tips For Curd: દહીં એવી વસ્તુ છે જે દરેક ઘરમાં રોજ ઉપયોગમાં લેવાય છે. રોજ દરેક ઘરમાં દહીં જમાવવામાં આવે છે. દહીં ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. દહીં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન બી-12 જેવા પોષકતત્વો હોય છે. દહીંનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં પણ કરવામાં આવે છે.
દહીં જમાવવાની પ્રોસેસમાં એક રાતનો સમય જાય છે પરંતુ ક્યારેક એવું પણ બને કે રાત્રે દહીં જમાવવાનું ભુલી જવા અને સવારે દહીંની જરૂર હોય જ.. આ સમયે જો તમારે બજારમાંથી દહીં ખરીદવું ન હોય તો તમે એક ટ્રીકની મદદથી 15 જ મિનિટમાં દહીં જમાવી શકો છો.
ઝડપથી દહીં જમાવવું હોય તો સૌથી પહેલા દૂધ ઉકાળો, ત્યારબાદ દૂધને રુમ ટેમ્પરેચર સુધી ઠંડું થવા દો. જ્યારે દૂધ હુંફાળુ હોય ત્યારે તેમાં મેળવણ ઉમેરો. જો દૂધ 1 લીટર હોય તો તેમાં 2 ચમચી દહીં ઉમેરો અને સારી રીતે ફેંટો.
ત્યારબાદ એક કુકરમાં પાણી લઈ તેને ગરમ કરી લો. પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરો અને આ પાણીમાં દૂધનું વાસણ મુકી કુકરને ઢાંકી દો. દૂધના વાસણની ઉપર એલ્યુમીનીયમ ફોઈલ લગાવી પેક કરી દેવું.
ગરમ પાણી ભરેલા કુકરમાં દહીંનું વાસણ રાખી 15 મિનિટ રાખશો એટલે દહીં જામી જશે. દહીં જામી જાય એટલે તેને કુકરમાંથી કાઢી ફ્રીજમાં મુકી ઠંડુ કરી લો.
જો કે આદર્શ રીત તો એ જ છે કે તમે દહીંને નેચરલ પ્રોસેસની મદદથી જામવા મુકો. પરંતુ જો ઈમરજન્સી હોય તો તમે આ ટ્રીક ટ્રાય કરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે